IIP Data: અર્થતંત્રના મોરચે સારા સમાચાર, જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં થયો વધારો

દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP) એ જૂન 2022 દરમિયાન 12.3 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 12.3 ટકાનો વધારો થયો છે.

IIP Data: અર્થતંત્રના મોરચે સારા સમાચાર, જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં થયો વધારો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 10:55 PM

દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP) એ જૂન 2022 દરમિયાન 12.3 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલ ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) અનુસાર જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 12.3 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા, જૂન 2021 દરમિયાન, IIPમાં 13.8 ટકાનો વધારો થયો હતો.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ

આ આંકડાઓ અનુસાર જૂન 2022માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 12.5 ટકા વધ્યું છે. આ સિવાય ખાણ ઉત્પાદનમાં 7.5 ટકા અને વીજળી ઉત્પાદનમાં 16.4 ટકાનો વધારો થયો છે. આ રીતે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) દરમિયાન, IIP 12.7 ટકા વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 44.4 ટકાનો વધારો થયો હતો.

તમને જણાવી દઈએ કે માર્ચ 2020માં કોવિડ-19 મહામારી શરૂ કારણે એપ્રિલ-જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન પર ઘણી નકારાત્મક અસર પડી હતી અને તેમાં 18.7 ટકાનો ઘટાડો થયો હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

IIP શું હોય છે?

તમને જણાવી દઈએ કે કોઈપણ દેશની અર્થવ્યવસ્થામાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)નું વિશેષ મહત્વ હોય છે. આ દર્શાવે છે કે તે દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કેટલી ઝડપે થઈ રહી છે. IIP ના અનુમાન માટે 15 એજન્સીઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવે છે. તેમાં ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ, ભારતીય ખાણ બ્યુરો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીનો સમાવેશ થાય છે.

આંકડા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ધોરણો મુજબ, તેમાં સમાવિષ્ટ ઉત્પાદન માટેની મુખ્ય શરત એ છે કે કોમોડિટીના ઉત્પાદનના તબક્કે તેના ઉત્પાદનનું કુલ મૂલ્ય ઓછામાં ઓછું રૂ. 80 કરોડ હોવું જોઈએ.

આ ઉપરાંત, એવી પણ શરત છે કે કોમોડિટીના ઉત્પાદનનો માસિક ડેટા સતત ઉપલબ્ધ હોવો જોઈએ. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ચીજવસ્તુઓને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવી છે – માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિસિટી.

આ પછી પેટા-શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે જેમ કે બેઝિક ગુડ્સ, કેપિટલ ગુડ્સ, ઇન્ટરમીડિયેટ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કન્ઝ્યુમર નોન-ટ્યુરેબલ્સ.આ સિવાય તમને જણાવી દઈએ કે જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે. અગાઉ જૂનમાં રિટેલ ફુગાવો 7.01 ટકા હતો. સરકારે શુક્રવારે આ આંકડા જાહેર કર્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">