આ સરકારી બેંકોમાં ખાતું છે તો જલ્દી આ પગલું ભરો, નહીં તો પડશો મુશ્કેલીમાં

આ સરકારી બેંકોમાં ખાતું છે તો જલ્દી આ પગલું ભરો, નહીં તો પડશો મુશ્કેલીમાં
File Photo

બેંકોના ખાનગીકરણના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બે દિવસીય હડતાલ કરવામાં આવી રહી છે છે. કેટલીક સરકારી બેંકો પહેલાથી મર્જ થઈ ચૂકી છે અને કેટલીક મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Mar 14, 2021 | 8:35 AM

બેંકોના ખાનગીકરણના વિરોધમાં યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બે દિવસીય હડતાલ કરવામાં આવી રહી છે છે. કેટલીક સરકારી બેંકો પહેલાથી મર્જ થઈ ચૂકી છે અને કેટલીક મર્જ કરવાની તૈયારી ચાલી રહી છે. મર્જર માટે જાહેર કરવામાં આવેલી જાહેર ક્ષેત્રની બેંકોમાં દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે. મર્જરને કારણે આ સરકારી બેંકોની ચેકબુક અને પાસબુક 1 એપ્રિલથી બદલાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો આ સરકારી બેંકોમાં પણ તમારું ખાતું છે તો તમારી પાસે ગણતરીના દિવસ બાકી છે. તમે તમારી ચેકબુક અને પાસબુક બદલી લો નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

બેંકોના મર્જરની સ્થિતિમાં, ગ્રાહકના એકાઉન્ટ નંબર, બ્રાંચનું સરનામું, ચેકબુક, પાસબુક સહિત ઘણી બાબતોમાં ફેરફાર થઇ શકે છે. જો કે, બેંક તેના ગ્રાહકોને આ બાબતે માહિતી આપે છે જેથી તેઓ સમયસર બદલી શકે. પરંતુ જો તમે હજી સુધી તે કર્યું નથી તો 31 માર્ચ સુધીમાં ફેરફાર કરાવી લો.

બેંકોએ એલર્ટ જારી કર્યું પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાએ પહેલાથી જ તેમના ગ્રાહકોને માહિતી આપી ચુક્યા છે. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, વિજયા બેંક અને દેના બેંકની હાલની ચેકબુક ફક્ત 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. તેથી જો આ બેન્કોમાં તમારું એકાઉન્ટ છે તો મર્જર તમારા એકાઉન્ટને પણ અસર કરશે. જો કે કેનેરા બેંકે જાહેરાત કરી છે કે સિન્ડિકેટ બેંકમાં મર્જર થયા પછી પણ ચેકબુક 30 જૂન સુધી માન્ય રહેશે.

શું અપડેટ કરવાની જરૂર પડશે જો તમારું ખાતું આ સરકારી બેંકોમાં છે, તો તમારે 1 એપ્રિલ પહેલા તમારું સરનામું, તમારા નોમિનીની વિગતો, મોબાઈલ નંબર અપડેટ કરવું પડશે. નહિંતર બેંકની કોઈ માહિતી તમારા મેઇલ અથવા સરનામાં પર આવી શકશે નહીં કારણ કે આજકાલ બેન્કો મોટાભાગની માહિતી તેમના ગ્રાહકોને મેઇલ અથવા એસએમએસ દ્વારા મોકલે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati