પોસ્ટઓફિસમાં બચત ખાતુ ધરાવતા હો તો આધારકાર્ડ લિંક કરાવીને સરકારી સબસિડી તમારા ખાતમાં કરાવો જમા

પોસ્ટઓફિસમાં બચત ખાતુ ધરાવતા હો તો આધારકાર્ડ લિંક કરાવીને સરકારી સબસિડી તમારા ખાતમાં કરાવો જમા

 

બેંકમાં એકાઉન્ટ હશે તોજ સરકારી સબસિડીનો લાભ મળશે એ ડર મનમાં રાખવાની હવે જરૂર નથી.પોસ્ટ ઑફિસમાં સેવિંગ અકાઉન્ટ હશે તો પણ સરકાર સબ્સિડી પોસ્ટ ઑફિસના સેવિંગ અકાઉન્ટમાં પણ જમા કરશે. પોસ્ટ ઓફિસના બચત ખાતામા સબસિડીની રકમ જમા કરાવવા આધાર કાર્ડનું પોસ્ટ ઑફિસ સેવિંગ અકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. જોકે પોસ્ટલ વિભાગે પોસ્ટ ઑફિસ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રૂ .50 થી વધારીને 500 કરી દીધી દેતા ક્યાંક ખાતેદારોમાં નારાજગી પણ છવાઈ છે.

લાભાર્થીઓ માટે પોસ્ટ વિભાગ દ્વારા એક એપ્લીકેશન ફૉર્મ પણ જારી કરાયું છે. આમતો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ખાતા ધારકોને  આર્થિક વ્યવહાર માટે  આધારનું  બેંક ખાતા સાથે લિંક કરવું  ફરજીયાત નથી,  પરંતુ પેન્શન અને એલપીજી સબસિડી સહિતની સરકારી યોજનાઓના લાભ  મેળવવા માટે ખાતાને આધાર સાથે જોડવું જરૂર છે. આ ફોર્મ સાથે આધારકાર્ડની કોપી એટેચ અથવા ઓનલાઇન લિંકિંગ કરવાથી સરકારી સબ્સિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર – DBT સીધી ખાતામાં જમા થશે.

પોસ્ટ ઑફિસે સેવિંગ અકાઉન્ટથી જોડાયેલ કેટલાક નિયમોમાં બદલાવ પણ કર્યા છે. નવા નિયમો અનુસાર પોસ્ટલ વિભાગે પોસ્ટ ઑફિસ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રૂ .50 થી વધારીને 500 કરી દીધી છે. ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન હોય તો, પોસ્ટ ઑફિસ નાણાકીય વર્ષના અંતિમ કામકાજના દિવસે દંડ તરીકે 100 રૂપિયા લેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati