જો તમારી પાસે પણ એકથી વધુ PPF એકાઉન્ટ છે તો વ્યાજ ગુમાવવાનો વારો આવી શકે છે, જાણો વિગતવાર
PPF નિયમો 2019 મુજબ રોકાણકારના નામે એક કરતાં વધુ PPF એકાઉન્ટ રાખી શકાતું નથી. જો કોઈ રોકાણકારે PPF નિયમો 2019 મુજબ 12 ડિસેમ્બર 2019 ના રોજ અથવા તે પછી એક કરતાં વધુ ખાતા ખોલ્યા હોય, તો આવા વધારાના ખાતા બંધ કરવામાં આવશે અને તેના પર PPFનું કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ રોકાણ કરવાની સારી રીત છે. તેનું મુખ્ય કારણ તેમાં રોકાણ કરાયેલી રકમ પર ટેક્સ મુક્તિ, મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી રિટર્ન અને સરકારનો વિશ્વાસ છે. હાલમાં PPF પર વાર્ષિક વ્યાજ દર હાલમાં 7.1 ટકા છે. પીપીએફ ખાતા સંબંધિત નિયમો કડક છે. જો તમે એકથી વધુ PPF ખાતા ખોલાવ્યા છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો કોઈ થાપણદારે એક કરતા વધુ PPF ખાતા ખોલાવ્યા હોય તો બીજા અને ત્યારપછીના ખોલેલા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે. PPF નિયમો 2019 મુજબ રોકાણકારના નામે એક કરતાં વધુ PPF એકાઉન્ટ રાખી શકાતું નથી.
પીપીએફ ખાતાઓને રોકાણનો આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે. રોકાણકારો ઘણીવાર એક કરતાં વધુ ખાતા ખોલે છે. જો કે નિયમો અનુસાર રોકાણકાર ફક્ત એક જ PPF ખાતું ખોલી શકે છે. એક કરતાં વધુ ખાતા ધરાવતા રોકાણકારો માટે સરકારે ખાસ સંજોગોમાં ખાતાઓને મર્જ કરવાની સુવિધા પણ આપી છે. જોકે કેટલીક શરતો તેમને લાગુ પડે છે.
કઈ પરિસ્થિતિઓમાં તમને રાહત નહીં મળે?
PPF નિયમો 2019 મુજબ રોકાણકારના નામે એક કરતાં વધુ PPF એકાઉન્ટ રાખી શકાતું નથી. જો કોઈ રોકાણકારે PPF નિયમો 2019 મુજબ 12 ડિસેમ્બર 2019 ના રોજ અથવા તે પછી એક કરતાં વધુ ખાતા ખોલ્યા હોય, તો આવા વધારાના ખાતા બંધ કરવામાં આવશે અને તેના પર PPFનું કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, સરકારે આ તારીખે અથવા તે પછી ખોલવામાં આવેલા ખાતાઓના વિલીનીકરણ અંગે ચિત્ર સાફ કર્યું છે. પરિપત્ર મુજબ જો તમે 12 નવેમ્બર, 2019 પછી વધારાના ખાતા ખોલ્યા છે તો તમે તેને મર્જ કરી શકતા નથી. આવા વધારાના ખાતાઓ પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં.
પોસ્ટલ વિભાગે એક કરતા વધુ ખાટાં મામલે સ્પષ્ટતા કરી હતી જેમાં તેને વધારે PPF એકાઉન્ટ્સ રાખવા અને એક જ PPF એકાઉન્ટમાં અન્ય PPF એકાઉન્ટ્સ મર્જ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવ્યું હતું. પરિપત્ર મુજબ જ્યારે પણ કોઈ થાપણદારે એક કરતા વધુ PPF ખાતા ખોલાવ્યા હોય ત્યારે બીજા ખાતાઓને અનિયમિત ગણવામાં આવે છે કારણ કે વ્યક્તિ PPF યોજના હેઠળ માત્ર એક જ ખાતું ખોલી શકે છે.
થાપણદાર પાસે આ વિકલ્પ છે રોકાણકારો પાસે તેમની પસંદગીનું PPF એકાઉન્ટ જાળવી રાખવાનો વિકલ્પ હશે. આ માટે શરત એ છે કે ખાતામાં જમા રકમ નિયત મર્યાદામાં હોવી જોઈએ. હાલમાં તે પ્રતિ કારોબારી વર્ષ રૂ 1.5 લાખ છે.
PPF ખાતું ખોલવાના નિયમો 15 વર્ષની પાકતી મુદત ધરાવતું આ ખાતું કોઈપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે પરંતુ વ્યક્તિ પોતાના નામે માત્ર એક જ PPF ખાતું ખોલાવી શકે છે. પછી ભલે તે બેંકમાં ખોલવામાં આવે કે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે પણ એકજ ખાતું હોવું જરૂરી છે.
આ પણ વાંચો : GIFT સિટીમાં નિર્મિત NSE ના પ્લેટફોર્મ દ્વારા ભારતીય રિટેલ રોકાણકાર હવે અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકશે
આ પણ વાંચો : દુબઇ ટેકસમાસના 700 થી વધુ સભ્યો ચેમ્બરના એક્ષ્પોની મુલાકાત લેશે, એકઝીબીટર્સને વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના