પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ભારે ઘટાડો, છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી માંગ

પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ભારે ઘટાડો, છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી માંગ
અમેરિકા ભારતના ક્રૂડ ઓઈલની જરૂરિયાતોને પૂર્ણ કરનાર બીજો સૌથી મોટો દેશ બન્યો છે.

કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે વર્ષ 2020 માં દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાનું મુખ્ય કારણ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન અને કારખાનાઓ બંધ થવાનું માનવામાં આવે છે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 12, 2021 | 8:37 AM

કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે વર્ષ 2020 માં દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડાનું મુખ્ય કારણ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન અને કારખાનાઓ બંધ થવાનું માનવામાં આવે છે. વર્ષ 2020 ની શરૂઆતમાં, કોરોના રોગચાળાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પરિણામે, દેશભરમાં કારખાનાઓ અને ધંધા બંધ કરવા પડયા હતા જે પ્રત્યક્ષ પેટ્રોલ-ડીઝલની માંગ પર સીધું કરી ગયું હતું .આ માંગ છેલ્લા 20 વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છેપરંતુ દેશમાં એકવાર લોકડાઉન ખુલ્યા બાદ પેટ્રોલ-ડીઝલની માંગ ફરી એકવાર વધી રહી છે.

પેટ્રોલ-ડીઝલની માંગમાં 70 ટકાનો ઘટાડો ભારત વિશ્વના સૌથી વધુ તેલ વપરાશ કરનારા દેશોમાંનો એક છે. ભારતમાં તેલનો વપરાશ ઘટી રહ્યો છે તે દેશમાં મંદીનું ચિન્હ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, 2019 ની તુલનામાં આ વર્ષે તેલની માંગમાં 10.8 ટકાનો ઘટાડો થયો છે. 193.4 મિલિયન ટન સાથે 5 વર્ષમાં આ સૌથી નીચો સ્તર છે. માર્ચ 2020 માં લોકડાઉન થવાને કારણે તેલની માંગમાં 70 ટકાનો ઘટાડો થયો છે. માંગમાં આ ઘટાડો કારખાનાઓ બંધ થવા અને ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે છે.

ગયા મહિને ગેસોલિનનો વપરાશ વધ્યો  લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે અસર પડી હોવાનું માનવામાં આવે છે. પરિણામે, દેશની જીડીપીમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઘણાં નિર્ણયો લીધાં છે અને એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવા માટે નિયંત્રણો હળવા કર્યા છે. સરકારે મંજૂરીઓ હળવી કરી દીધી હોવાથી માંગમાં થોડો સુધારો શરૂ થયો છે. ગયા મહિને ગેસોલિનના વપરાશમાં 9.3 નો વધારો થયો છે. આ મે 2019 પછીનું સર્વોચ્ચ સ્તર છે.

માંગમાં ઘટાડો હોવા છતાં, કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી આશ્ચર્ય થશે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં છેલ્લા વર્ષમાં 70 ટકાનો ઘટાડો થયો છે. આ સ્થિતિ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી. આ પાછળ મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો છે.  પરિણામે ઓછી માંગ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati