શેરબજારમાં આગામી સપ્તાહે કેવો રહેશે ચઢાવ-ઉતાર? પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Kunjan Shukal

Updated on: Oct 09, 2022 | 5:17 PM

રેલિગેર બ્રોકિંગેના વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાએ કહ્યું કે આ સપ્તાહનું બજાર ભાગીદારોની નજર IIP, છૂટક અને જથ્થાબંધ મોંઘવારી જેવા મેક્રો ઇકોનોમિક ડેટા પર નજર રાખશે. આ અઠવાડિયા દરમિયાન બજાજ ઓટો અને HDFC બેન્કના ત્રિમાસિક પરિણામો પણ આવવાના છે.

શેરબજારમાં આગામી સપ્તાહે કેવો રહેશે ચઢાવ-ઉતાર? પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો
Symbolic Image

સ્થાનિક શેરબજારોની દિશા આ સપ્તાહે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામો દ્વારા નક્કી કરવામાં આવશે. આ સિવાય મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદન (IIP) આંકડા અને વૈશ્વિક વલણો પણ બજારને દિશા આપશે. વિશ્લેષકોએ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે રૂપિયાની ચાલ પર પણ રોકાણકારોની રોકાણકારોની નજર રહેશે. આ સમયે અમેરિકી ડોલર સામે રૂપિયો તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?

રેલિગેર બ્રોકિંગેના વાઈસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાએ કહ્યું કે આ સપ્તાહનું બજાર ભાગીદારોની નજર IIP, છૂટક અને જથ્થાબંધ મોંઘવારી જેવા મેક્રો ઇકોનોમિક ડેટા પર નજર રાખશે. આ અઠવાડિયા દરમિયાન બજાજ ઓટો અને HDFC બેન્કના ત્રિમાસિક પરિણામો પણ આવવાના છે. મિશ્રાએ કહ્યું કે અમેરિકી બજારોનું પ્રદર્શન, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)નું વલણ, ચલણ અને ક્રૂડ ઓઈલની વધઘટ પર બધાની નજર રહેશે.

ગયા સપ્તાહે BSEના 30 શેરોવાળા સેન્સેક્સમાં 764.37 પોઈન્ટ અથવા 1.33 ટકાનો ઉછાળો નોંધાયો છે. બુધવારે દશેરાના અવસર પર સ્થાનિક શેરબજારો બંધ રહ્યા હતા. સેમકો સિક્યોરિટીઝના બજાર હેડ માર્કેટ પર્સ્પેક્ટિવ્સે અપૂર્વ સેઠે જણાવ્યું હતું કે આ અઠવાડિયે અનેક મહત્વપૂર્ણ વિકાસ થવાના છે. આવી સ્થિતિમાં બજારમાં અસ્થિરતા જોવા મળશે. તેમણે કહ્યું કે વિશ્વભરના બજારોની નજર ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠકની વિગતો પર રહેશે, જે આ અઠવાડિયે આવનાર છે.

અમેરિકા અને ચીનના ફુગાવાના આંકડા પણ આવવાના છે

વૈશ્વિક રોકાણકારોની નજર અમેરિકા અને ચીનના ફુગાવાના આંકડા પર રહેશે. સ્થાનિક મોરચે પણ WPI ફુગાવાના આંકડા મહત્વના રહેશે. શેઠે જણાવ્યું હતું કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓ સાથે ત્રિમાસિક પરિણામોની શરૂઆત થશે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે બજાર આ સપ્તાહે ત્રિમાસિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને આઈટી સેક્ટરની કંપનીઓના પરિણામો પર રહેશે. આ સિવાય ફુગાવાના આંકડા પણ બજારની દિશાને અસર કરશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે શેરબજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે વિદેશી રોકાણકારો (FPIs)ની દમદાર વાપસી થઈ છે. આ જોઈને ઘણા લોકોને આશ્ચર્ય પણ છે કારણ કે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં FPIsએ લગભગ 2400 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ રૂ.7600 કરોડના શેર વેચ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે ભારતીય બજારમાં ભારે વેચવાલી જોવા મળી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati