MONEY9 : ડેબિટ અને ક્રેડિક કાર્ડ સિવાય પણ કેટલા પ્રકારના હોય છે કાર્ડ ?

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અંગે તમે જાણો છો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેમાં ફાયદો અને નુકસાન શું છે કદાચ તે પણ તમે જાણો છો. હવે આપણે ક્રેડિટ કાર્ડથી આગળ વધીએ. આ વીડયો છે BNPL કાર્ડ, પ્રિપેડ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ અંગેનો.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 05, 2022 | 12:56 PM

ક્રેડિટ કાર્ડ (CREDIT CARD) અને ડેબિટ કાર્ડ (DEBIT CARD) અંગે તમે જાણો છો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેમાં ફાયદો અને નુકસાન શું છે કદાચ તે પણ તમે જાણો છો. હવે આપણે ક્રેડિટ કાર્ડથી આગળ વધીએ. અમારો આ નવો વીડિયો બીજા અન્ય કાર્ડ્સ અંગે છે. આ વીડિયો છે BUY NOW PAY LATER એટલે કે BNPL કાર્ડ, પ્રિપેડ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ અંગેનો. 

BNPL કાર્ડ

સૌથી પહેલાં વાત કરીએ BNPL કાર્ડ એટલે કે, BUY NOW PAY LATER કાર્ડની. નામ પરથી જ સંકેત મળી જાય છે કે BNPL કાર્ડ ગ્રાહકોને પહેલાં ખરીદી અને  બાદમાં ચુકવણીનો વિકલ્પ આપે છે. આ પ્રકારના કાર્ડ મારફતે તમે પહેલાં ખરીદી કરી શકો છે અને કેટલાક મહિનામાં તેની ચુકવણી કરી શકો છો. મોટા ભાગના BNPL કાર્ડ ગ્રાહકને બાકી રકમની ચુકવણી માટે ત્રણ ઇન્ટ્રેસ્ટ ફ્રી EMIની સુવિધા આપે છે. દેશમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇકોમર્સ કંપનીઓ પહેલેથી જ BNPLની સુવિધા આપી રહી છે. હવે કેટલીક ફિનટેક કંપનીઓએ પણ ખાસ BNPL કાર્ડ ઇશ્યુ કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં અત્યારે UNI, સ્લાઇસ અને PAY-U જેવી અનેક ફિનટેક કંપનીઓ BNPL કાર્ડ આપી રહી છે. BNPL ડિજિટલ પેમેન્ટની સૌથી વધુ ઝડપથી વધી રહેલી રીત છે. ખાસ કરીને યુવાનોમાં તે ખુબ જ લોકપ્રિય થઇ ર હ્યું છે. એક રિપોર્ટ મુજબ, દેશમાં અત્યારે BNPLનું બજાર 3થી 3.5 અબજ ડોલરનું છે. અને 2026 સુધીમાં તે વધીને 45થી 50 અબજ ડોલર થવાની ધારણા છે. 

BNPL કાર્ડ અને ક્રેડિટ કાર્ડ શું છે તફાવત ?

BNPL કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે મુખ્ય તફાવત ફી અને રિવોર્ડનો છે. મોટા ભાગના BNPL ગ્રાહકને ત્રણ ઇન્ટ્રેસ્ટ ફ્રી EMIની સુવિધા આપે છે. કેટલાક કાર્ડ ગ્રાહકોને મહિનાના અંતે મિનિમમ પેમેન્ટની ચુકવણીની સુવિધા આપે છે.  અને બાકીની રકમ આગળના મહિનામાં કેરી ફોરવર્ડ થાય છે. આ રકમ પર 3થી 4 ટકાની કેરી ફોરવર્ડ ફી લાગે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દેશની  બહાર પણ કરી શકાય છે. જ્યારે BNPLમાં આ સુવિધા નથી. આ ઉપરાંત BNPL કાર્ડ ફર્સ્ટ ટાઇમ યુઝરને બહુ જ ઓછી ક્રેડિટ લાઇન આપે છે જે 2 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આની સામે ક્રેડિટ કાર્ડમાં ક્રેડિટ લિમિટ લગભગ 20,000થી શરૂ થાય છે. 

પ્રિપેડ કાર્ડ

હવે વાત કરીએ પ્રિપેડ કાર્ડની. પ્રિપેડ કાર્ડને કારણે લોકોની રોજબરોજની ખરીદીની રીતમાં મોટુ્ં પરિવવર્તન આવ્યું છે. ઘણા લોકો કેશના બદલે પોતાના કાર્ડથી પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. પ્રિપેડ કાર્ડ ડેબિટ કાર્ડથી ઘણા અલગ છે કારણકે, ક્રેડિટ કાર્ડ તમને ત્યારે મળે છે જ્યારે તમારું કોઇ બેન્કમાં ખાતું હોય, જ્યારે પ્રિપેડ કાર્ડ કોઇ  બેન્ક ખાતા સાથે જોડાયેલા નથી હોતા. આ કાર્ડ ક્રેડિટ કાર્ડ કરતા પણ અલગ હોય છે કારણકે, પ્રિપેડ કાર્ડમાં પૈસા પ્રિ-લોડેડ હોય છે. તેમાં જેટલા રૂપિયા નાંખવામાં આવશે, તમે તેટલો જ ખર્ચ કરી શકશો. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની જેમ પ્રિપેડ કાર્ડનો ઉપયોગ પણ સરળ છે. પ્રિપેડ કાર્ડનો ઉપયોગ તમે તે તમામ જગ્યા પર કરી શકો છો જ્યાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચાલે છે. SBI પ્રિપેડ કાર્ડ, ICICI પ્રિપેડ કાર્ડ, HDFC પ્રિપેડ કાર્ડ જેવા અનેક પ્રિપેડ કાર્ડ બજારમાં ઉપલબ્ધ છે. આ કાર્ડ એટલે ફાયદાકારક છે કે, તેમાં ક્રેડિટ કાર્ડની જેમ ઓવરસ્પેન્ડિંગ નથી થતો. તમે તમારા ખર્ચ પર નિયંત્રણ લગાવી શકો છો. કેશની તુલનામાં આ સેફ છે અને તેનો ઉપયોગ કરવો સહેલો છે. તેમને સરળતાથી રિલોડ કરી શકાય છે. 

ફોરેક્સ કાર્ડ

હવે વાત કરીએ ફોરેક્સ કાર્ડની. ફોરેક્સ કાર્ડ પણ એક પ્રકારના પ્રિપેડ કાર્ડ છે. તે એક પ્રિપેડ ટ્રાવેલ કાર્ડ છે જેમાં તમે પોતાની  પસંદગીની ફોરેન કરન્સી લોડ કરાવી શકો છો. ઉદાહરણ તરીકે, તમે જો, સિંગાપોર જઇ રહ્યા છો તો તમારા ખર્ચની સિંગાપોર ડોલરમાં ચુકવણી કરવા માટે તમે ફોરેક્સ કાર્ડનો ઉપયોગ ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જેમ કરી શકો છો. તમે ત્યાંના ATMમાંથી લોકલ કરન્સી કાઢી શકો છો. 

પૈસા બાઝાર ડોટ કોમના એસોસિયેટ ડિરેક્ટર સચિન વાસુદેવ કહે છે કે, વિદેશ પ્રવાસ વખતે તમે રોકડમાં ફોરેન કરન્સીનો ઉપયોગ કરી શકો છો અથવા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરીને ફોરેન કરન્સીમાં સીધી ચુકવણી કરી શકો છો. તમામ ઉપલબ્ધ વિકલ્પોમાં ફોરેક્સ કાર્ડ વધુ અસરકારક છે કારણકે તે વિદેશોમાં ખર્ચને કવર કરવા માટે TAILOR MADE હોય છે. એટલે કે તેમનું મુખ્ય કામ આ પ્રકારના ખર્ચાઓને કવરનું જ માત્ર છે. આ કાર્ડ રોકડાની તુલનામાં સેફ છે. તે સસ્તા પણ પડે છે. આ કાર્ડ વડે તમામ મુખ્ય ફોરેન કરન્સીમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ કાર્ડનો દુનિયાભરમાં ઉપયોગ થાય છે. અને તે તમને ફોરેન એક્સ્ચેન્જ રેટમાં થતા ઉતાર ચડાવ સામે પણ રક્ષણ આપે છે. આ કાર્ડમાં એક સાથે અનેક પ્રકારની કરન્સી લોડ કરી શકાય છે. ICICI બેન્ક ફોરેક્સ પ્રિપેડ કાર્ડ, HDFC ફોરેક્સ પ્લસ કાર્ડ, YES BANK મલ્ટિ કરન્સી કાર્ડ કેટલાક મુખ્ય ફોરેક્સ કાર્ડ છે. 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">