હોમલોન લીધા બાદ પરેશાન છો? કરો માત્ર આ ચાર ઉપાય અને મેળવો છુટકારો

હોમલોન લીધા બાદ પરેશાન છો? કરો માત્ર આ ચાર ઉપાય અને મેળવો છુટકારો
http://tv9gujarati.in/homeloan-lidha-b…tra-aa-char-upay/

આજનાં સમયમાં લોન કોઈ પણ પ્રકારની હોય પણ તેનાથી છુટકારો ક્યારે મળી જાય તે કોઈ પણ વિચારતું હોય છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારની જીંદગી એક રીતે તો EMI પર જ ચાલે છે. ઘર,ગાડી થી લઈને તમામ પ્રકારનાં લોનની માયાજાળમાં લોકો ઉલઝતા રહે છે. વાત જ્યારે હોમ લોનની કરવામાં આવે ત્યારે વિચાર માત્રથી લોકો ચિંતામાં આવી […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 2:54 PM

આજનાં સમયમાં લોન કોઈ પણ પ્રકારની હોય પણ તેનાથી છુટકારો ક્યારે મળી જાય તે કોઈ પણ વિચારતું હોય છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારની જીંદગી એક રીતે તો EMI પર જ ચાલે છે. ઘર,ગાડી થી લઈને તમામ પ્રકારનાં લોનની માયાજાળમાં લોકો ઉલઝતા રહે છે. વાત જ્યારે હોમ લોનની કરવામાં આવે ત્યારે વિચાર માત્રથી લોકો ચિંતામાં આવી જાય છે, કેમ કે હોમ લોન પુરી કરતા કરતા 20 થી 25 વર્ષ નિકળી જાય છે અને એટલે જ લોકોની પહેલી પસંદ હોમલોનના EMIને જલ્દીથી પુરી કરવા તરફ હોય છે. જો અગર આપ પણ હોમ લોનને લઈને વધારે પડતા તણાવમાં હોવ તો તેના માટે બીજા પણ રસ્તાઓ છે કે જેનાં માધ્યમથી તેને જલ્દી પુરી કરી શકવા માટે સક્ષમ બની શકો છો.

     

હોમ લોનને પુરી કરી નાખવા માટે તમારી પાસે ચાર વિકલ્પ હોય છે કે જેના માધ્યમથી હોમ લોનને જલ્દી ચુકવી શકો છો. અગર તમે 20 થી 25 વર્ષ સુધી હોમલોનનો હપ્તો ભરવા નથી માંગતા તો વચ્ચે વચ્ચે તમે પ્રી પેમેન્ટનાં વિકલ્પને અપવાની શકો છો, રોકડ રકમ પણ જમા કરાવી શકો છો. તમારી આવક પર નિર્ભર કરે છે કે EMI વગર તમે કેટલી રકમ જમા કરાવી શકો છો. તમારા આ પગલાથી લોનની રકમમાં ઘટાડો થશે અને નક્કી કરેલા સમય પહેલા જ લોન પુરી કરી શકશો.

    Mortgage Loan in India

પ્રી પેમેન્ટ સિવાય તમે લોન પુરી કરવાના સમયમાં ઘટાડો કરાવવા સાથે EMIની રકમમાં પણ ઘટાડો કરાવી શકો છો. સરવાળે અગર તમારી પાસે રોકડનું કોઈ સંકટ નથી તો પ્રી પેમેન્ટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને નોકરી ધંધો કરનારા લોકો લોન લે છે, ધીરે ધીરે તેમનો પગાર વધે છે, તેવામાં તમે ચાહો તો પગારનો અમુક હિસ્સો EMI સિવાય વધારેનો જમા કરાવી શકો છો. આ પગલાથી પણ લોનની રકમ ઝડપથી ઘટવા લાગશે.

    home-loan

અગર તમે 20 થી 25 વર્ષ માટે હોમ લોન લીધી છે અને અગર તેને પાંચ વર્ષ જ થયા છે તો એવામાં લોનને જલ્દી પુરી કરવા માટેલોનને રિફાઈનાન્સ કરાવી શકો છો. જેમાં તમે ઓછો સમય પસંદ કરી શકો છો. જો કે આ કિસ્સામાં તમારી EMI વધી શકે છે, પરંતુ લોન જલ્દી પુરી કરવા માટે વ્યાજની ભરપાઈ ઓછી કરવી પડશે.

      Have EMIs to pay? WAIVER relief for home loan, auto loan takers! No need to pay for 3 months

અગર તમે એવી બેંક પાસેથી લોન લીધી છે કે જેમાં બીજી બેંકની તુલનામાં તમારે વધારે EMI ભરવી પડે છે, અથવા તો કોઈ બેંક લોન માટે ઓછા વ્યાજ દરે ઓફર કરે છે તો તમે તમારી કરંટ બેંકમાંથી તેને ટ્રાન્સફર પણ કરાવી શકો છો, જેને લઈને તમારી EMI ઓછી થઈ જશે. જો કે ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરતા પહેલા બચતની ગણતરી જરૂર કરી લેવી જોઈએ, આવા કિસ્સામાં વધારાનો ચાર્જ ચુકવવો પડતો હોય છે. આવા કિસ્સામાં માત્ર બે જ વાર હોમ લોનને ટ્રાન્સફર કરવાનો માટે વિકલ્પ મળતો હોય છે. તો આ તમામ પાસા પર નજર નાખીને પછી તમે હોમ લોન હોય કો કોઈ અન્ય લોન તેમાંથી ઝડપથી બહાર આવી શકો છો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati