મહામારી બાદ મકાનોના વેચાણમાં ઉછાળો, 8 મોટા શહેરોએ 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો શું છે અમદાવાદની સ્થિતિ

શહેર મુજબના હાઉસિંગ વેચાણની વિગતો આપતા નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે મુંબઈમાં હાઉસિંગનું વેચાણ જાન્યુઆરી-જૂન, 2022માં 55 ટકા વધીને 44,200 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 28,607 યુનિટ હતું.

મહામારી બાદ મકાનોના વેચાણમાં ઉછાળો, 8 મોટા શહેરોએ 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો શું છે અમદાવાદની સ્થિતિ
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 07, 2022 | 7:06 AM

મહામારીની અસરમાંથી બહાર નીકળ્યા પછી હવે મકાનોનું વેચાણ વધ્યું છે. વર્ષ 2022ના પ્રથમ 6 મહિનામાં 8 મોટા શહેરોના પ્રોપર્ટી (Property) માર્કેટના ગ્રોથમાં રેકોર્ડ વધારો થયો છે. આઠ મોટા શહેરોમાં આવાસનું વેચાણ વાર્ષિક ધોરણે 60 ટકા વધીને 1,58,705 યુનિટ થયું છે. નવ વર્ષમાં કોઈપણ 6 માસિક સમય દરમિયાન નોંધાયેલી આ સૌથી વધુ માંગ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ડેટા પરથી આ માહિતી સામે આવી છે. કંપનીએ તેના અર્ધવાર્ષિક અહેવાલ ‘ઇન્ડિયા રિયલ એસ્ટેટઃ રેસિડેન્શિયલ એન્ડ ઓફિસ માર્કેટ H1 2022’ની 17મી આવૃત્તિમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળામાં 99,416 મકાનો વેચાયા હતા. આ રિપોર્ટ બુધવારે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. પ્રોપર્ટી એડવાઈઝરે જણાવ્યું હતું કે રેસિડેન્શિયલ સેક્ટરે આ વર્ષના જાન્યુઆરી-જૂનના અર્ધવાર્ષિક ગાળામાં નવ વર્ષની ઊંચી વેચાણ હાંસલ કરી છે. અગાઉની ઊંચી સપાટી 2013 ના પ્રથમ છ મહિનામાં નોંધવામાં આવી હતી, જ્યારે 1,85,577 મકાનો વેચાયા હતા.

ઘરનું વેચાણ કેમ વધ્યું?

કંપનીએ હાઉસિંગ વેચાણમાં વધારા માટે ઘણાં કારણો ટાંક્યા છે જેમાં ઘર ખરીદનારાઓની તેમની જીવનશૈલી સુધારવાની જરૂરિયાત, હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો અને પૂર્વ રોગચાળાની સરખામણીમાં ઘરની નીચી કિંમતોનો સમાવેશ થાય છે. કોવિડ -19 રોગચાળાને કારણે લોકોમાં પોતાનું ઘર હોવું જરૂરી હોવાની લાગણીને કારણે વેચાણ વધી રહ્યું છે. તમામ બજારોમાં મકાનોના ભાવ વાર્ષિક ધોરણે ત્રણથી નવ ટકા વધ્યા છે. આ એવો સમયગાળો છે કે જેમાં 2015 ના બીજા છમાસિક ગાળા પછી પ્રથમ વખત તમામ બજારોમાં મકાનોની કિંમતો વાર્ષિક ધોરણે વધી છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, “રોગચાળા પછીથી ઘરની ખરીદીમાં સકારાત્મક અને મજબૂત ફેરબદલ જોવા મળ્યો છે અને અર્થતંત્રમાં ફુગાવાની ચિંતા હોવા છતાં આ ચાલુ છે.

વેચાણ કેટલું વધ્યું

શહેર મુજબના હાઉસિંગ વેચાણની વિગતો આપતા નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે મુંબઈમાં હાઉસિંગનું વેચાણ જાન્યુઆરી-જૂન, 2022માં 55 ટકા વધીને 44,200 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 28,607 યુનિટ હતું. આ સમયગાળામાં (H1st, 2022 vs H1st, 2021) 29,101 એકમોના વેચાણ સાથે દિલ્હી-NCR બે ગણાથી વધુ વધ્યું છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 11,474 યુનિટ હતું. બેંગલુરુમાં રહેણાંક મિલકતોનું વેચાણ 80 ટકા વધીને 26,677 યુનિટ થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં 14,812 મકાનો વેચાયા હતા. ભાડાના સંદર્ભમાં બેંગલુરુ અને પુણેના ઓફિસ બજારોએ અનુક્રમે 13 ટકા અને આઠ ટકાની મહત્તમ વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે, જે મોટે ભાગે ઊંચી માંગ અને ગ્રેડ A જગ્યાના અભાવને કારણે છે. હૈદરાબાદ, મુંબઈ અને એનસીઆરમાં પણ ભાડામાં નજીવો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતામાં ભાડા સ્થિર રહ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati