Home Loan: જાણો, હોમલોન ઉપર કઈ કઈ બેન્ક આપી રહી છે આકર્ષક ઓફરો

Home Loan Offers: આ સમયમાં હોમ લોન પર ઘણી ઓફર મળી રહી છે. ઘણી બેંકોએ પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે, આ સિવાય વ્યાજદરમાં વિશેષ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જાણો કઈ બેંક શું ઓફર કરી રહી છે.

Home Loan: જાણો, હોમલોન ઉપર કઈ કઈ બેન્ક આપી રહી છે આકર્ષક ઓફરો
હોમલોન પર મળી રહી છે આકર્ષક ઓફરો

Home Loan: જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ ઉમદા વિચારમાં વિલંબ કરશો નહીં. અત્યારે હોમ લોન પર બમ્પર ઓફરો મળી રહી છે. ઘણી બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે તમામ પ્રકારની વિશેષ ઓફરો આપી રહી છે. સૌથી મોટો ફાયદો પ્રોસેસિંગ ફીને લઈને છે. ઘણી બેંકોએ પ્રોસેસિંગ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ સિવાય ડોક્યુમેન્ટેશન ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે. કેટલીક બેંકો વ્યાજદરમાં વિશેષ છૂટ પણ આપી રહી છે. ચાલો જાણીએ તમામ વિગતો.

 

 

બેંક ઓફ મહારાષ્ટ્ર તેના હોમ લોન લેનારા ગ્રાહકો માટે વિવિધ પ્રકારની ઓફર આપી રહી છે. બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 30 સપ્ટેમ્બર સુધી હોમ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી લાગશે નહીં. આ ઓફર 9 ઓગસ્ટથી લાગુ કરવામાં આવી છે. નિયમિત ચુકવણી કરવા પર, છેલ્લા બે EMI પણ માફ કરવામાં આવશે. મહિલાઓને વ્યાજદરમાં 0.05 ટકાની વિશેષ છૂટ મળશે. લોનની મહત્તમ મુદત 30 વર્ષ હશે. તેમજ 75 વર્ષ સુધીની વ્યક્તિને પણ લોન મળી શક્શે.

 

 

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બેંક 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપી રહી છે. જો કોઈ લોન લેનાર વ્યક્તિ સમય પહેલા ચુકવણી કરવાનું પસંદ કરે છે, તો તેને કોઈ દંડ પણ લાગશે નહીં. બેંકે પ્રી-પેમેન્ટ, પ્રિ-ક્લોઝર અને પાર્ટ-પેમેન્ટ ચાર્જ પણ માફ કરી દીધા છે. જો કોઈ ગ્રાહકે હોમ લોન લીધી હોય, તો તેને કાર લોન અને એજ્યુકેશન લોન પર અલગથી વ્યાજ દરમાં છૂટ મળશે. હોમ લોનનો વ્યાજ દર 6.90 ટકાથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે કાર લોનનો વ્યાજ દર 7.15 ટકાથી શરૂ થઈ રહ્યો છે.

 

 

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પંજાબ નેશનલ બેંકે હોમ લોન પર વિવિધ ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસ પર હોમ લોન ઓફર હેઠળ, બેન્કે પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ માફ કર્યા છે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે. હોમ લોનનો વ્યાજ દર 6.80 ટકાથી શરૂ થઈ રહ્યો છે.

 

SBI પણ હોમ લોન પર વિવિધ પ્રકારની ઓફર આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. આ ઓફર માત્ર 31 ઓગસ્ટ સુધી છે. મહિલાઓને વ્યાજદરમાં અલગથી 5 બેસિસ પોઈન્ટની છૂટનો લાભ આપવામાં આવી રહ્યો છે. જો તમે SBI ની YONO સેવા હેઠળ હોમ લોન લેવા માંગતા હોવ તો પણ તમને 5 બેસિસ પોઈન્ટનો લાભ મળશે. હોમલોનમાં વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે.

 

30 લાખ સુધીની લોન 6.70 ટકા વ્યાજ દરે ઉપલબ્ધ છે. 30 લાખથી 75 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ દર 6.95 ટકા રહેશે. 75 લાખથી વધુની હોમ લોન પર વ્યાજ દર માત્ર 7.05 ટકા રહેશે. જે લોનધારકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ SBI YONO ની મદદથી હોમ લોન માટે અરજી કરી શકે છે. આ સિવાય, તમે 7208933140 પર મિસ્ડ કોલ આપી શકો છો.

 

આ સિવાય SBI દ્વારા કાર લોન પર પણ પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. ગ્રાહકોને કાર માટે કુલ કિંમત (ઓન રોડ) ના 90 ટકા સુધીની લોન મળશે. YONO એપ દ્વારા અરજી કરનાર ગ્રાહકોને 0.25%ની વિશેષ વ્યાજ છૂટ મળશે. YONO ના ગ્રાહકોને વાર્ષિક 7.5 ટકાના દરે કાર લોન ઉપલબ્ધ થશે. ગોલ્ડ લોન માટે પણ વ્યાજમાં 0.75 ટકાની છૂટ છે. YONO મારફતે ગોલ્ડ લોન પર કોઈ પ્રોસેસિંગ ફી રહેશે નહીં. આ સાથે, પર્સનલ અને પેન્શન લોન પર પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે.

 

 

આ પણ વાંચો :  હવે આ બેંન્ક આપશે અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની સુવિધા, જેટલી વખત તમે ઇચ્છો તેટલી વખત ઉપાડો પૈસા

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati