Hindenburg Report : અદાણી ગ્રુપે 106 પેજના રિપોર્ટનો 413 પેજમાં જવાબ આપ્યો, કહ્યું : ભારતના વિકાસ પર કરાયો હુમલો

Hindenburg Report ના કારણે Gautam Adani ની નેટવર્થમાં પણ 2 દિવસમાં લગભગ 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા નંબરથી સરકીને સાતમા નંબરે આવી ગયા છે.

Hindenburg Report : અદાણી ગ્રુપે 106 પેજના રિપોર્ટનો 413 પેજમાં જવાબ આપ્યો, કહ્યું : ભારતના વિકાસ પર કરાયો હુમલો
Adani Group has given a 413 page reply
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 9:28 AM

નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત, તેની સંસ્થાઓ અને વિકાસ પર વ્યવસ્થિત હુમલો ગણાવતા સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણીના ગ્રુપે રવિવારે કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી. 413 પાનાના જવાબમાં અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે આ અહેવાલ યુએસ ફર્મને તેનો લાભ મળી શકે તે હેતુથી ખોટા બજારના નિર્માણ માટે ચલાવવામાં આવ્યો છે. ગ્રુપે જણાવ્યું હતું કે તે માત્ર એક ચોક્કસ કંપની પર બિનજરૂરી હુમલો નથી પરંતુ ભારત એ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર અને ભારતના વિકાસ અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે.

અદાણી ગ્રૂપના શેર 85% ઓવરવેલ્યુડ : હિંડનબર્ગ

તમને જણાવી દઈએ કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે.આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85% થી વધુ મૂલ્ય ધરાવે છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં 10%નો ઘટાડો

રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 2 દિવસમાં લગભગ 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા નંબરથી સરકીને સાતમા નંબરે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હિંડનબર્ગના અહેવાલ પર અદાણી જૂથનો પ્રતિભાવ

તમને જણાવી દઈએ કે, શુક્રવારે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને બોગસ ગણાવતા કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત નથી. અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બોન્ડધારકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અદાણી ગ્રુપે 413 પેજમાં જવાબ આપ્યો જે નીચે મુજબ છે. તમને આ બધા જવાબો આ PDF ફાઈલમાં મળશે. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો

શેરબજારમાં આવેલા ભૂકંપમાં Mukesh Amaniને પણ કરોડોનું નુકસાન

ભારતીય શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં છેલ્લા સપ્તાહમાં સામૂહિક રીતે રૂપિયા 2,16,092.54 કરોડનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂ. 71,003.2 કરોડ ઘટીને રૂ. 15,81,601.11 કરોડ થઈ ગઈ છે. સેન્સેક્સની ટોચી કંપનીઓમાં ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">