High Return Stocks : આ શેર્સએ તેના રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા લખપતિ, શું આ શેર છે તમારા પોર્ટફોલિયોમાં ?

High Return Stocks :  આ શેર્સએ તેના રોકાણકારોને  એક વર્ષમાં બનાવ્યા લખપતિ, શું આ શેર છે તમારા પોર્ટફોલિયોમાં ?
પ્રતીકાત્મક તસ્વીર

આ ત્રણ High Return Stocks છેલ્લા એક વર્ષમાં અનેક ગણું રિટર્ન આપી ચુક્યા છે. ત્રણેય કંપનીઓમાં એક વર્ષ પેહલા જુલાઈ 2020 માં હજારોમાં રોકાણ કરનાર આપે લાખોપતિ બન્યા છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 05, 2021 | 7:22 AM

શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે પરંતુ પૂરતા અભ્યાસ અને કંપની વિષે પૂરતી માહિતી અને જેતે ક્ષેત્રમાં માંગ સહિતના પરિબળોને ધ્યાને રાખી જો રોકાણ કરવામાં આવે તો મહત્તમ કિસ્સાઓમાં સારું વળતર મળે છે. આજે અમે આપને એવા ત્રણ શેર (High Return Stocks)વિશે જણાવવા જઈ રહ્યા છે જેણે એક વર્ષમાં અનેક ગણું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે.

શેરબજારમાં રોકાણ સાથે જોખમ જોડાયેલું છે. જરૂરી નથી કે તમે કરેલા રોકાણથી માટે નફો જ થાય . અમારો હેતુ આપને માહિતગાર કરવાનો છે. કેટલીકવાર નફાના ગણિત સાથે કરેલ રોકાણ ખોટ પણ કરાવી શકે છે માટે રોકાણ પેહલા આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી જોઈએ.

Tata Elxsi

આ કંપનીTata Elxsi ટાટા ગ્રુપની અગ્રણી ડિઝાઇન અને ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર છે. આ કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 380% થી વધુનું રિટર્ન મળ્યું છે. ૬ જુલાઈ ૨૦૨૦ ના રોજ શેરનીં કિંમત ૯૧૭ રૂપિયા હતી જેનું મૂલ્ય આજે 4,430 રૂપિયા છે. શેરમાં એક વર્ષમાં 383.07% નો વધારો થયો છે. Tata Elxsi ઓટોમોટિવ, પ્રસારણ, સંચાર, આરોગ્ય સંભાળ અને પરિવહન ક્ષેત્રની કંપનીઓને ડિઝાઇન અને તકનીકી સેવાઓ પ્રદાન કરે છે. કંપની ગ્રાહકોને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ, ગતિશીલતા, વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ડિઝાઈન થિન્કિંગ અને ડિજિટલ તકનીકો દ્વારા તેમની વેબસાઇટ અનુસાર તેમના ઉત્પાદનો અને સેવાઓ અંગે મદદ કરે છે.

Last Price 4,430.00 (2 જુલાઈ 2021) 52-wk high 4,455.00 52-wk low 876.00

Aditya Vision Limited

જે રોકાણકારે જુલાઈ 2020 માં આ કંપનીમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય આજે તેની કિંમત 14.87 લાખ રૂપિયા થઈ છે. જુલાઈ 2020 માં, કંપનીનો શેર 20.60 રૂપિયા હતો, આજે તે 595 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે, એક વર્ષમાં જ શેરની કિંમતમાં 2800 ટકાનો વધારો થયો છે. જો તમે જુલાઈ 2020 માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે આ રકમ 30 લાખ રૂપિયાની આસપાસ હોત. સેન્સેક્સે પાછલા એક વર્ષમાં 51% વળતર આપ્યું છે.

આદિત્ય વિઝન લિમિટેડ રિટેલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, કેમેરા અને મોબાઈલ્સના બિઝનેસમાં છે. કંપની મલ્ટિ-બ્રાન્ડ, મલ્ટિ-પ્રોડક્ટ રિટેલ ચેન છે, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એર કન્ડીશનર, ટેલિવિઝન, વોશિંગ મશીન, માઇક્રોવેવ અને રેફ્રિજરેટર છે. કંપની નાના ઘરનાં ઉપકરણો, હોમ થિયેટર સિસ્ટમ્સ અને મોબાઈલ્સ પણ વેચે છે.

Last Price 619.30 (2 જુલાઈ 2021) 52-wk high 619.30 52-wk low 20.60

Ramco Systems Limited

Ramco Systems Limited ના શેરએ છેલ્લા 12 મહિનામાં તેના રોકાણકારોને 468 ટકા વળતર આપ્યું છે. 1 જુલાઈ, 2020 ના રોજ આ કંપનીનો શેર 107 રૂપિયા હતો જેનો શેરનો ભાવ 626 રૂપિયા થયો હતો.

જૂનના પ્રારંભમાં Ramco Systems Limited એ સેલ્ફ-એક્સપ્લેન્ટરી પે-સ્લિપ શરૂ કરવાની જાહેરાત કરી, સ્માર્ટ, AI આધારિત સેવા, જે કર્મચારીઓને તેમના પગાર અને પગાર-સ્લિપ કમ્પોનન્ટની સમજૂતી આપે છે.

Last Price 626.30 (2 જુલાઈ 2021) 52-wk high 785.00 52-wk low 104.55

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati