એક સમયે છોડી હતી 75 કરોડના પગારવાળી નોકરી, હવે છે ભારતના લેટેસ્ટ યુનિકોર્ન PhysicsWallah ના માલિક

પ્રયાગરાજના અલખ પાંડેની એડટેક ફર્મ 'ફિઝિક્સવાલા' દેશની યુનિકોર્ન કંપનીઓના ગ્રુપમાં સામેલ થઈ ગઈ છે. ફિઝિક્સવાલા (Physicswallah) દેશની 101મી યુનિકોર્ન કંપની બની ગઈ છે. કંપનીની નેટવર્થ 1.1 બિલિયન ડોલર છે.

એક સમયે છોડી હતી 75 કરોડના પગારવાળી નોકરી, હવે છે ભારતના લેટેસ્ટ યુનિકોર્ન PhysicsWallah ના માલિક
Alakh Pandey, Founder and CEO PhysicsWallah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 4:11 PM

સખત પરીશ્રમ અને સાચી લગન હોય તો કોઈ શક્તિ તમને સફળ થવાથી રોકી શકે નહીં. આ વાતને પ્રયાગરાજના અલખ પાંડેએ (Alakh Pandey) સાબિત કરી છે. આજે દેશનો દરેક યુવક તેમની જેમ સફળ બનવા માંગે છે. 30 વર્ષિય યુવાન અલખની એડટેક ફર્મ ‘ફિઝિક્સવાલા’ (PhysicsWallah) દેશમાં યુનિકોર્ન (Unicorn)  કંપનીઓના ગ્રુપમાં સામેલ થઈ છે. કંપનીની નેટવર્થ 1.1 બિલિયન ડોલર થયા પછી, ફિઝિક્સવાલા દેશની 101મી યુનિકોર્ન કંપની બની ગઈ છે. વેસ્ટબ્રિજ અને GSV વેન્ચર્સે પાંડેની કંપનીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ખાસ વાત એ છે કે ફિઝિક્સવાલા એ દેશની બીજી કંપની છે જેમાં આટલી મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.

એક સમયે આર્થિક સંકડામણના કારણે વેચવું પડ્યું હતું ઘર

અલખે પ્રયાગરાજની બિશપ જોન્સન સ્કૂલ એન્ડ કોલેજમાંથી 12મું પાસ કર્યા બાદ 2010માં એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. અલખે હાઈસ્કૂલમાં 91 અને ઈન્ટરમીડિયેટમાં 93.5% મેળવ્યા હતા. તે સાઉથ મલક્કામાં પરિવાર સાથે રહેતો હતો. તે સમયે અલખના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અલખ અને તેની બહેનના શિક્ષણ માટે, તેના પરિવારે ઘર વેચી દીધું અને તેઓ બધા કાલિંદીપુરમમાં રહેવા લાગ્યા હતા.

75 કરોડના પગારવાળી નોકરીની ઓફર ઠુકરાવી

અલખ રાતોરાત કરોડપતિ નથી બની ગયા. પરંતુ આજે તેમણે પોતાની મહેનત અને લગનથી આ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે HBTI કાનપુરમાંથી 2015 માં તેની B.Tech ડિગ્રી પૂર્ણ કરી. B.Tech કર્યા પછી તેમણે આ જ સંસ્થામાં ભણાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ પોતાના વતન અલ્હાબાદ (પ્રયાગરાજ) આવ્યા. તેમણે અલ્હાબાદમાં ભૌતિકશાસ્ત્ર ભણાવવાનું કાર્ય શરૂ કર્યું, જેમાંથી તેમને શરૂઆતમાં માત્ર 5000 રૂપિયા મહિને મળતા હતા. આ દરમિયાન અલખને 75 કરોડ રૂપિયામાં Unacademy માં જોડાવાની ઑફર મળી, પરંતુ અલખ પાંડેએ 75 કરોડ રૂપિયાની ઑફર ઠુકરાવી દીધી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ રીતે યુટ્યુબથી કરી શરૂઆત

2017માં તેમણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી. અલખે કોલેજમાં લેક્ચર લેવાની સાથે વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમની યુટ્યુબ ચેનલ પર કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ ધીમે ધીમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમના વીડિયો ગમવા લાગ્યા. વિદ્યાર્થીઓને તેમના લેક્ચર એટલું ગમ્યા કે ચેનલ પર વ્યુઝ અને સબસ્ક્રાઈબર્સ ઝડપથી વધવા લાગ્યા. ચેનલને લોકપ્રિય બનતી જોઈને, અલખે લેક્ચર વીડિયો બનાવવા અને તેને YouTube પર અપલોડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમણે ત્રણ વર્ષ સુધી યુટ્યુબ પર ફ્રી વીડિયો અપલોડ કર્યા. કોરોનાના સમયગાળા દરમિયાન JEE-NEETની તૈયારી કરી રહેલા બાળકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમણે એપ તૈયાર કરી. તેમને ખૂબ જ ઓછી ફીમાં ઓનલાઈન કોચિંગની સુવિધા આપવામાં આવી હતી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્રના મુશ્કેલ પ્રશ્નો સરળતાથી હલ કરવાની ક્ષમતાએ અલખને લોકપ્રિય બનાવ્યા. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુટ્યુબ ચેનલ ફિઝિક્સવાલાના 69 લાખ સબસ્ક્રાઈબર્સ છે અને અત્યાર સુધીમાં 50 લાખ વખત એપ ડાઉનલોડ થઈ ચૂકી છે.

9 ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી પહોંચાડવાની તૈયારી

અલખે ઓનલાઈન ભણાવવાની સાથે ઓફલાઈન સેન્ટરો ખોલ્યા છે. તેમની કંપની ફિઝિક્સવાલાએ દેશના 18 શહેરોમાં 20 ઓફલાઈન સેન્ટર ખોલ્યા છે. જ્યાં 2022-23 સત્રમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. હાલમાં, 1900 કર્મચારીઓ કંપની સાથે સંકળાયેલા છે, જેમાં 500 શિક્ષકો અને લગભગ 100 ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ થાય છે. 200 એસોસિએટ પ્રોફેસરો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરે છે જ્યારે 200 પ્રોફેશનલ્સ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં રોકાયેલા છે.

તમને જણાવી દઈએ કે ફિઝિક્સવાલા આવનારા સમયમાં ગુજરાતી સહીત 9 ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરવાની તૈયારી કરી રહી છે. કંપની બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, ગુજરાતી, ઉડિયા, મલયાલમ અને કન્નડ ભાષી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">