વાણિજ્ય મંત્રી દ્વારા જાહેર થયું સ્ટાર્ટઅપ રેન્કિંગ, સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારું વાતાવરણ પૂરું પાડવાના સંદર્ભમાં આ રાજ્ય મોખરે

વર્ષ 2022ની શરૂઆત મોટા આર્થિક સંકટ સાથે થઈ છે. આમાં કોરોના (Corona) મહામારી પ્રથમ ક્રમે આવે છે અને રશિયા-યુક્રેનનું (Russia-Ukraine War) યુદ્ધ બીજા ક્રમે આવે છે. વિશ્વના દરેક શેરબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે અને રોકાણકારો પૈસા ઉપાડીને આમ તેમ દોડી રહ્યા છે.

વાણિજ્ય મંત્રી દ્વારા જાહેર થયું સ્ટાર્ટઅપ રેન્કિંગ, સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારું વાતાવરણ પૂરું પાડવાના સંદર્ભમાં આ રાજ્ય મોખરે
Start Up (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 04, 2022 | 6:53 PM

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ (Startup) વાતાવરણ વિકસાવવામાં ગુજરાત, મેઘાલય અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે તૈયાર કરવામાં આવેલી રેન્કિંગમાં આ વાત સામે આવી છે. કેરળ (Kerala), મહારાષ્ટ્ર (Maharashtra), ઓડિશા અને તેલંગાણાને ટોચના પરફોર્મર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સોમવારે અહીં રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 જાહેર કરી.

રેન્કિંગમાં કેટલી કેટેગરી ઉપલબ્ધ

આ કવાયતમાં કુલ 24 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. તેઓને પાંચ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે- 1) શ્રેષ્ઠ પર્ફોર્મર્સ, 2) ટોપ પર્ફોર્મર્સ, 3) લીડર્સ, 4) મહત્વાકાંક્ષી લીડર્સ અને 5) ઇમર્જિંગ સ્ટાર્ટઅપ એન્વાયરમેન્ટ. આ રેન્કિંગ ઉભરતા સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ વાતાવરણ વિકસાવવા માટે લેવામાં આવેલી પહેલ પર આધારિત છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે દેશમાં સ્ટાર્ટઅપ્સમાં દિવસો સુવર્ણ નથી દેખાઈ રહ્યા. એક રિપોર્ટ કહે છે કે આ વર્ષે સ્ટાર્ટઅપ કંપનીઓએ 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. આમાં, એવા મોટા નામ છે જેમણે સ્ટાર્ટઅપની દુનિયામાં ચર્ચા જગાવી છે. Blinkit, Yari, MPL, Ola, Cars24, Vedantu, Lido, Rupiq, Mfine, FarmEasy, Fari જેવી કંપનીઓના કર્મચારીઓ છટણીનો ભોગ બન્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વેદાંતુ, કાર્સ24, ઓલા, મીશો, એમપીએલ અને યુનાકેડેમી જેવી કંપનીઓ પણ છટણીમાં સામેલ છે. ઈન્ડિયન સ્ટાર્ટઅપ લેઓફ ટ્રેકરના હવાલાથી આ રિપોર્ટ આપવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટાર્ટઅપ્સને ફંડિંગની ચિંતા થવા લાગી છે, જેના કારણે કંપનીઓને આગળ વધારવા માટે નવી વ્યૂહરચના શરૂ કરવામાં આવી છે. KKR, Sequoia અને Y Combinator જેવા રોકાણકારો સ્ટાર્ટઅપ ફાઉન્ડર સાથે નવી વ્યૂહરચના પર વિચાર કરી રહ્યા છે. તેનું મોટું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2022ની શરૂઆત મોટા આર્થિક સંકટ સાથે થઈ છે. આમાં કોરોના મહામારી પ્રથમ ક્રમે આવે છે અને રશિયા-યુક્રેનનું યુદ્ધ બીજા ક્રમે આવે છે. વિશ્વના દરેક શેરબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું છે અને રોકાણકારો પૈસા ઉપાડીને આમ તેમ દોડી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati