GST Council meeting: કોવિડ-19ને લગતી જરૂરી દવા-ઇન્જેક્શન અને ચીજવસ્તુઓ પર GST ટેક્સમાં રાહત અપાઇ, નાયબ મુખ્યપ્રધાને આપી માહિતી

GST Council meeting: આજે જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળી હતી. વિડીયો કોન્ફોરન્સિંગ બેઠકમાં કોવિડ -19 ને લગતી આવશ્યક ચીજવસ્તુઓ અને દવા અંગેના ટેક્સ ઘટાડવા અંગે નિર્ણય લેવાયો છે.

| Updated on: Jun 12, 2021 | 4:57 PM

GST Council meeting: આજે જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળી હતી. વિડીયો કોન્ફોરન્સિંગ દ્વારા મળેલી આ બેઠકમાં કોવિડ -19 ને લગતી આવશ્યક ચીજવસ્તુઓ અને બ્લેક ફંગસની દવા અંગેના ટેક્સ ઘટાડવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ દ્વારા કોવિડ -19 સામેની લડતમાં દવાઓ, હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને અન્યઅન્ય જરૂરી ચીજવસ્તુઓ પરના ટેક્સમાં ઘટાડો કરવાનો GST Counsil દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. GSTના દર નક્કી કરનાર બંધારણીય મંડળે જણાવ્યું છે કે કરવેરામાં ઘટાડોએ રોગચાળા વચ્ચે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની ભલામણો પર આધારિત છે. જેની અર્થવ્યવસ્થા પરના પ્રભાવો સાથે ઘરેલુ નાણાંને પણ અસર પડશે.

ટોસિલિઝુમેબ અને એમ્ફોટેરિસિન બી, બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ માટે કોઈપણ પ્રકારનો કર લેવામાં આવશે નહીં. આ ટેક્સ કપાત 30 સપ્ટેમ્બર સુધી લાગુ પડાયો છે. આ બેઠક બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ બાબતે તમામ માહિતી આપી હતી.

આ દવા અને ઇન્જેકશન પર હવે આટલો જીએસટી ટેક્સ લાગુ રહેશે

-ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ઉપર 5 ટકા GST હતો. તેમાં માફી આપી 0 ટકા ટેક્સ કરાયો.
-એમ્ફોટેરિસિન ઈન્જેકશન ઉપર 5 ટકા GST હતો. જે 0 ટકા કરાયો છે
-રેમડેસિવીર અને લોહી પાતળું કરવા વપરાતા ઈન્જેકશન પર 12 ટકાને બદલે 5 ટકા GST નક્કી કરાયો છે.
-કોરોના સારવારની દવા પર જે ટેક્સ લાગે છે તેમાં ઘટાડો કરી 5 ટકા કરવાની ભલામણ કરાઈ છે. એટલે કે, જીએસટી કાઉન્સિલ 5 ટકા ટેક્સ લેવાનું નક્કી કરશે.
-ઓક્સિજન પર 12 ટકાને બદલે 5 ટકા GST લેવાશે.
-700થી 1250 મેટ્રિક ટન ઓક્સિજન ગુજરાતમાં વપરાતો હતો.
-ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને જનરેટર પર 12 ટકામાંથી 5 ટકા ટેક્સ.
-વેન્ટિલેટર પર 12 ટકા GST હતો જે હવે 5 ટકા લેવાશે.
-સારવાર માટે વપરાતા સંસાધનો જેવાં કે માસ્ક , હેલ્મેટ, બાયપેપ પર હવે 12 ટકાની જગ્યાએ 5 ટકા GST લેવાશે.
-કોવિડ ટેસ્ટિંગ કીટ પર 12 ટકાને બદલે હવે 5 ટકા GST લેવાશે.
-ડાયગ્નોસિસ કીટ પર 12 ટકાને બદલે 5 ટકા GST લેવાશે.
-સેનિટાઈઝર પર 12 ટકાને બદલે 5 ટકા GST લેવાશે.
-સ્મશાનમાં વપરાતી ઈલેક્ટ્રિક ભઠ્ઠી પર 18 ટકાને બદલે 5 ટકા ટેક્સ લેવાશે.
-એમ્બ્યુલન્સ પર 28 ટકા ટેક્સ હતો જે ઘટાડીને 12 ટકા કરાયો છે.
-આ અંગે સોમવારથી જ અમલીકરણ થશે.
-સપ્ટેમ્બર માસના આખર સુધી આ ટેક્સ ઘટાડો લાગુ કર્યો છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">