આગામી સપ્તાહે ચંડીગઢમાં GST Council ની મહત્વની બેઠક, ટેક્સ રેટમાં બદલાવ અને કંપનસેશનની ભરપાઈ હશે મુખ્ય એજન્ડા

આગામી અઠવાડિયે 28-29 જૂને ચંદીગઢમાં જીએસટી કાઉન્સિલની (GST Council) મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં જીએસટીના દરોમાં ફેરફાર અને રાજ્યોને થતા મહેસૂલ નુકસાન માટે વળતર ચાલુ રાખવા અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે.

આગામી સપ્તાહે ચંડીગઢમાં GST Council ની મહત્વની બેઠક, ટેક્સ રેટમાં બદલાવ અને કંપનસેશનની ભરપાઈ હશે મુખ્ય એજન્ડા
Finance Minister Nirmala Sitharaman (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:32 PM

આગામી સપ્તાહે ચંડીગઢમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં (GST Council Meeting) કેટલીક વસ્તુઓના GST દરોમાં ફેરફાર કરવામાં આવી શકે છે, જ્યારે 215 થી વધુ વસ્તુઓના દરોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે ફિટમેન્ટ કમિટીની ભલામણોને સ્વીકારવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની GST કાઉન્સિલની 47મી બેઠક 28-29 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. કાઉન્સિલની બેઠક છ મહિના બાદ મળી રહી છે. બેઠકમાં, દરને તર્ક સંગત બનાવવા ઉપરાંત, વિપક્ષ શાસિત રાજ્યો રાજ્યોને વળતરની ચૂકવણી અંગે ચર્ચા કરી શકે છે.

કર દરો પર ઓફિસર્સ કમિટી અથવા ફિટમેન્ટ કમિટી દ્વારા પ્રસ્તાવિત દરો પર વિચાર કરવામાં આવશે. સમિતિએ કૃત્રિમ અંગો અને ઓર્થોપેડિક પ્રત્યારોપણ પર એક સમાન 5% GST દરની ભલામણ કરી છે. સમિતિએ રોપ-વે મુસાફરી પરનો GST દર હાલના 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની ભલામણ પણ કરી છે.

ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સની જાહેરાત થઈ શકે

આ ઉપરાંત, ઓસ્ટોમી ઉપકરણો પર GST દર હાલના 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો માટેના GST દરો પર સ્પષ્ટતા જાહેર કરવામાં આવશે, જે મુજબ EV, બેટરીથી સજ્જ હોય ​​કે ન હોય, તેના પર પાંચ ટકાના દરે ટેક્સ લાગશે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મહેસૂલી નુકસાનના વળતર અંગે ગંભીર ચર્ચા કરવામાં આવશે

GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓના જૂથના બે અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. GST કાઉન્સિલની બેઠકમાં વિપક્ષ શાસિત રાજ્યો મહેસૂલી ખાધની ભરપાઈ ચાલુ રાખવાની જોરદાર હિમાયત કરશે. બીજી તરફ, કેન્દ્ર કડક નાણાકીય સ્થિતિને ટાંકીને આવા કોઈપણ પગલાને રોકવા માંગે છે.

સરકારે લોન લઈને વળતરની ખોટ ભરપાઈ કરી છે

GST (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) વળતર ભંડોળની અછતને પહોંચી વળવા માટે, કેન્દ્રએ 2020-21માં રૂ. 1.1 લાખ કરોડ અને 2021-22માં રૂ. 1.59 લાખ કરોડની લોન લીધી હતી અને તેને રાજ્યો માટે જાહેર કર્યું હતું. સેસ વસૂલાતમાં અછતને કારણે આવું કરવામાં આવ્યું હતું.

મહેસૂલ નુકસાન વળતરની સમય મર્યાદા જૂનમાં સમાપ્ત થાય છે

લખનૌમાં GST કાઉન્સિલની 45મી બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, મહેસૂલની અછત માટે રાજ્યોને વળતર ચૂકવવાની સિસ્ટમ આવતા વર્ષે જૂનમાં સમાપ્ત થઈ જશે. દેશમાં 1 જુલાઈ, 2017 થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો અને GSTના અમલીકરણને કારણે કોઈપણ આવકના નુકસાન સામે રાજ્યોને પાંચ વર્ષના સમયગાળા માટે વળતરની ખાતરી આપવામાં આવી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">