GST Collections : મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 65 ટકાનો ઉછાળો આવ્યો, જાણો સરકારી તિજોરીમાં કેટલું ધન ઉમેરાયું

મે મહિનામાં સરકારનું જીએસટી કલેક્શન 1 લાખ 2 હજાર 709 કરોડ રહ્યું છે. આમાં સેન્ટ્રલ જીએસટી 17592 કરોડ, સ્ટેટ જીએસટી 22653 કરોડ અને ઇન્ટર જીએસટી 53199 કરોડ છે.

GST Collections : મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 65 ટકાનો ઉછાળો આવ્યો, જાણો સરકારી તિજોરીમાં કેટલું ધન ઉમેરાયું
મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 8:48 PM

મે મહિનામાં સરકારનું જીએસટી કલેક્શન 1 લાખ 2 હજાર 709 કરોડ રહ્યું છે. આમાં સેન્ટ્રલ જીએસટી 17592 કરોડ, સ્ટેટ જીએસટી 22653 કરોડ અને ઇન્ટર જીએસટી 53199 કરોડ છે. ઇન્ટર જીએસટી કલેક્શનમાં 26002 કરોડ ઈમ્પોર્ટ ગુડ કલેક્શન દ્વારા કરવામાં આવ્યું છે. સેસ દ્વારા કુલ 9265 કરોડ પ્રાપ્ત થયા છે. 868 કરોડનો સેસ ઈમ્પોર્ટેડ ગુડ્સ દ્વારા પ્રાપ્ત થયા છે. મે 2021 માં વાર્ષિક ધોરણે કુલ જીએસટી કલેક્શનમાં 65 ટકાનો ઉછાળો આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ સતત આઠમો મહિનો છે જયારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડને વટાવી ગયું છે. મે મહિનામાં સરકારે 15014 કરોડની સીજીએસટી અને 11653 કરોડની એસજીએસટીની રેગ્યુલર સેટલમેન્ટ કર્યું છે. નાણાં મંત્રાલયે શેર કરેલી માહિતી મુજબ માલની આયાતમાં વધારો થવાને કારણે આવકમાં 56 ટકાનો વધારો થયો છે. ઘરેલુ વ્યવહારોમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો થયો છે.

જીએસટી કલેક્શન સતત આઠમી વખત એક લાખ કરોડને વટાવી ગયું છે. કોરોનાની નવી લહેરને કારણે કેટલાક રાજ્યોમાં સ્થાનિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. આમ છતાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર કરી રહ્યું છે તે આર્થિક સુધારની દ્રષ્ટિએ મજબૂત સંકેત છે.

નિયમમાં ફેરફારને કારણે ફાઇનલ ડેટામાં ફેરફાર થશે સરકારે નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. નવા નિયમ હેઠળ જે લોકોનું વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી વધુ છે હવે તેઓ આવતા મહિનાની 4 તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે. આનો અર્થ એ છે કે મે મહિના માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 4 જૂન સુધી રહેશે જે અગાઉના નિયમ મુજબ 20 મે હતી. જેનું ટર્નઓવર 5 કરોડથી ઓછું છે તે જુલાઈના પહેલા અઠવાડિયા સુધી લેટ ફી વિના રિટર્ન ફાઇલ કરી શકે છે. આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે મે મહિનાનું નેટ જીએસટી કલેક્શન હજુ વધી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">