GST Collectionમાં આવ્યો ઉછાળો , જીએસટીના ઇતિહાસમાં માર્ચમાં સૌથી વધુ ટેક્સ વસૂલાયો

GST Collection for March:નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા મહિનામાં GST કલેક્શન રૂ 1.23 લાખ કરોડ રહ્યું હતું. વાર્ષિક ધોરણે તેમાં 27 ટકાનો વધારો નોંધાયો છે.

GST Collectionમાં આવ્યો ઉછાળો , જીએસટીના ઇતિહાસમાં માર્ચમાં સૌથી વધુ ટેક્સ વસૂલાયો
GST
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 8:01 AM

GST Collection for March:નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા મહિનામાં GST કલેક્શન રૂ 1.23 લાખ કરોડ રહ્યું હતું. વાર્ષિક ધોરણે તેમાં 27 ટકાનો વધારો નોંધાયો છે. નાણાં મંત્રાલયે આ માહિતી જાહેર કરી છે. છેલ્લા છ મહિનાથી GST કલેક્શન 1 લાખ કરોડને પાર કરી  સતત વધી રહ્યું છે. આ ડેટા સ્પષ્ટ રીતે બતાવે છે કે આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી સુધરી રહી છે જેના કારણે જીએસટી કલેક્શનની પ્રક્રિયા સારી ચાલી રહી છે.

માર્ચ 2021 માં જીએસટીનું કુલ કલેક્શન 123902 કરોડ રૂપિયા હતું. સેન્ટ્રલ જીએસટી 22973 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 29329 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી 62842 કરોડ રૂપિયા છે. જીએસટી લોન્ચ કર્યા પછી માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન સૌથી વધુ રહે છે. માર્ચ 2020 માં તે 97590 કરોડ હતું. આ વર્ષે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રૂ 119875 કરોડ હતું અને ફેબ્રુઆરીમાં તે 113143 કરોડ રૂપિયા હતું.

રાજ્યના 63000 કરોડ રૂપિયા બાકી છે નાણાં મંત્રાલયે કહ્યું હતું કે 27 માર્ચે કેન્દ્ર દ્વારા રાજ્યોને 30,000 કરોડ રૂપિયા જીએસટી રિટર્ન તરીકે જારી કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ માટે લગભગ 63000 કરોડ બાકી છે. માલ અને સેવાઓ વેરા (GST) વળતર હેઠળ 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 70,000 કરોડની રકમ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં થયેલા ઘટાડાની ભરપાઇ કરવા માટે વિશેષ ઉધાર પદ્ધતિ હેઠળ રાજ્યોને અપાયેલા રૂ 1.10 લાખ કરોડ અલગ છે.

70 હજાર કરોડ અત્યાર સુધીમાં જારી કરાયા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 27 માર્ચ 2020-21 સુધી રાજ્યોમાં 30,000 કરોડ રૂપિયા જીએસટી રિટર્ન જારી કર્યા હતા. રિટર્ન માટે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ રૂ 70,000 કરોડ જારી કરાયા છે તેમાંથી 14,000 કરોડ રૂપિયા રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સમાનરૂપે વહેંચાયા છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">