શૂન્યમાંથી સર્જન તે આનું નામ, સરકારે GSTમાંથી મેળવી અધધ આવક.. શૂન્ય ગણતા થાકી જશો.. વાંચો રકમ
સરકારને જીએસટીથી રેકોર્ડબ્રેક કમાણી થઈ છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ 8મી વખત છે, જ્યારે જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડથી વધારે થયુ છે. ત્યારે સમગ્ર વર્ષના કુલ કલેકશનની વાત કરીએ તો સરકારી તિજોરીમાં લગભગ 19.63 લાખ કરોડ રૂપિયા આવી ચૂક્યા છે.

વર્ષ 2023માં સરકારને મોટી આવક થઈ છે. સરકારને જીએસટીથી રેકોર્ડબ્રેક કમાણી થઈ છે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો આ 8મી વખત છે, જ્યારે જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડથી વધારે થયુ છે. ત્યારે સમગ્ર વર્ષના કુલ કલેકશનની વાત કરીએ તો સરકારી તિજોરીમાં લગભગ 19.63 લાખ કરોડ રૂપિયા આવી ચૂક્યા છે. જો વાત હાલના નાણાકીય વર્ષની કરીએ તો લગભગ 15 લાખ કરોડનું કલેક્શન જોવા મળ્યુ છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં આ કલેક્શન 13.40 લાખ કરોડ રૂપિયા થયુ હતું.
જાન્યુઆરીથી ડિસેમ્બર 2023માં કેટલુ આવ્યુ જીએસટી કલેક્શન
| મહિનો | જીએસટી કલેક્શન (આંકડો કરોડમાં છે) |
| જાન્યુઆરી 2023 | 1,55,922 |
| ફેબ્રુઆરી 2023 | 1,49,577 |
| માર્ચ 2023 | 1,60,122 |
| એપ્રિલ 2023 | 1,87,035 |
| મે 2023 | 1,57,090 |
| જૂન 2023 | 1,61,497 |
| જુલાઈ 2023 | 1,65,105 |
| ઓગસ્ટ 2023 | 1,59,068 |
| સપ્ટેમ્બર 2023 | 1,62,712 |
| ઓક્ટોબર 2023 | 1,72,003 |
| નવેમ્બર 2023 | 1,67,929 |
| ડિસેમ્બર 2023 | 1,64,882 |
| કુલ કલેકશન | 19,62,942 |
ડિસેમ્બરમાં કેટલુ થયુ કલેક્શન ?
ડિસેમ્બર 2023માં ગ્રોસ જીએસટી રેવેન્યુ 1,64,882 કરોડ રૂપિયા જોવા મળી છે, જેમાં સીજીએસટી 30,443 કરોડ રૂપિયા, એસજીએસટી 37,935 કરોડ રૂપિયા, આઈજીએસટી 84,255 કરોડ રૂપિયા છે. સેસ 12,249 કરોડ રૂપિયા સામેલ છે. નાણા મંત્રાલયે કહ્યું કે આ વર્ષમાં 8મી વખત અને નાણાકીય વર્ષનો સાતમો મહિનો છે, જ્યારે કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.
રાજ્યોને કેટલી થઈ કમાણી?
જો રાજ્યોની વાત કરીએ તો ચંદીગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જીએસટી કલેક્શન ડિસેમ્બરના મહિનામાં ગયા વર્ષના સમાન સમયગાળામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં જીએસટી કલેક્શનમાં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. લદ્દાખમાં આ વધારે 127 ટકાનો જોવા મળ્યો છે. લક્ષ્યદ્વીપમાં આ વધારો 300 ટકાથી વધારેનો થયો છે, ત્યારે મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શન સૌથી વધારે 26,814 કરોડ રૂપિયા થયું છે, જે સૌથી વધારે છે. ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે, જ્યાં 11,759 કરોડ રૂપિયાનું કલેક્શન થયુ છે. આ બંને સિવાય કોઈ પણ રાજ્યમાં જીએસટી કલેક્શન 10 હજાર કરોડ રૂપિયાથી વધારેનું થયું નથી.
