ZOMATO IPO લાવતા પહેલાં Grofers India માં હિસ્સેદારી ખરીદશે , TATA GROUP ની BIG BASKET સાથે સ્પર્ધામાં ઉતરશે

zomato એ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI )માં માહિતી આપી હતી. સેન્ટ્રલ બોડીમાં ફાઇલ કરેલા દસ્તાવેજ મુજબ ઝોમાટો ઓનલાઇન ગ્રોસરી કંપનીમાં 9.3% અધિગ્રહણ કરવા વિચારી રહી છે.

ZOMATO IPO લાવતા પહેલાં  Grofers India માં હિસ્સેદારી ખરીદશે , TATA GROUP ની BIG BASKET સાથે સ્પર્ધામાં ઉતરશે
ZOMATO - Grofers India Deal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 10:48 AM

ફૂડ ડિલીવરી કંપની ઝોમાટો આઈપીઓ(Zomato IPO) લાવવાની તૈયારી કરી રહી છે. જો કે કંપનીએ ઓનલાઇન ગ્રોસરી સ્ટાર્ટઅપ ગ્રોફર્સ (Grofers)માં રોકાણ કરવા માટે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વચ્ચેનો આ કરાર એવા સમયે થયો છે જ્યારે કોરોના રોગચાળા દરમિયાન દેશમાં ઓનલાઇન ગ્રોસરીના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. કરાર હેઠળ ઝોમાટો ગ્રોફર્સમાં 12 કરોડ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ માટે ગ્રોફર્સનું મૂલ્ય 1 અબજ ડોલર રાખવામાં આવ્યું છે.

શુક્રવારે કંપનીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI )માં માહિતી આપી હતી. સેન્ટ્રલ બોડીમાં ફાઇલ કરેલા દસ્તાવેજ મુજબ ઝોમાટો ઓનલાઇન ગ્રોસરી કંપનીમાં 9.3% અધિગ્રહણ કરવા વિચારી રહી છે. ઝોમાટોના યુઝર્સ તેની એપ્લિકેશનમાંથી સીધા જ ગ્રોસરીના ઓર્ડર કરી શકે છે. આ સેક્ટરમાં ગ્રોફર્સ અને બિગ બાસ્કેટ લીડીંગ પ્લેયર છે. જો આ ડીલ થશે તો ઝોમાટો અને ગ્રૂફર્સ બિગબેસ્કેટ મોટા સ્પર્ધક બનશે. બિગ બાસ્કેટમાં ટાટા ગ્રૂપનો બહુમતી હિસ્સો છે.

ગ્રોફર્સ યુનિકોન બનશે ઝોમેટોના આ રોકાણ સાથે ગ્રોફર્સ યુનિકોન કંપની બનશે. યુનિકોર્ન શબ્દનો ઉપયોગ 1 અબજ ડોલર અથવા તેથી વધુ મૂલ્યની પ્રાઇવેટ ફંડેડ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ માટે થાય છે. ઝોમાટો અને ગ્રોફર્સ આ કરારની તૈયારી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઇ શકે છે. ગ્રોફર્સના કો ફાઉન્ડર સૌરભ કુમારે 18 જૂન 2021 ના ​​રોજ જાહેરાત કરી કે તેઓ કંપનીમાંથી બહાર નીકળી રહ્યા છે. તેમણે 8 વર્ષ પહેલા સીઈઓ અલબિંદર ધીંડા સાથે ગ્રોફર્સની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે સૌરભ કુમાર કંપનીની ઓપરેશન ભૂમિકાથી દૂર થઈ રહ્યા છેપણ તે કંપનીના બોર્ડમાં શેરહોલ્ડર તરીકે યથાવત રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગ્રોફર્સમાં સૌરભ કુમાર અને અલબિંદરની 8% થી ઓછી હિસ્સેદારી ગ્રોફર્સમાં સૌરભ કુમાર અને અલબિંદરની 8 ટકાથી ઓછી હિસ્સેદારી છે. હાલમાં ગ્રોફર્સમાં બહુમતી હિસ્સો સોફ્ટ બેંક પાસે છે. આ ઉપરાંત Tiger Global, Sequoia Capital અને DST Globalએ પણ ગ્રોફર્સમાં રોકાણ કર્યું છે. આ પૈકી Sequoia Capitalએ ઝૉમાટોના પ્રારંભિક રોકાણકારોમાંનું એક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">