હવે નોકરીમાં PF બાદ Gratuity પણ થશે ટ્રાન્સફર, જાણો કેટલો મળશે લાભ

EPF બાદ હવે જો હવે તમે નોકરી બદલશો તો Gratuity ટ્રાન્સફર કરવાની પણ તક મળી શકે છે. સૂત્રો અનુસાર સરકાર-યૂનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલની ગ્રેચ્યુઇટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સહમતી થઈ રહી છે

  • Ankit Modi
  • Published On - 10:29 AM, 3 Apr 2021
હવે નોકરીમાં PF બાદ Gratuity પણ થશે ટ્રાન્સફર, જાણો કેટલો મળશે લાભ
નોકરીમાં PF બાદ Gratuity પણ ટ્રાન્સફર થશે.

EPF બાદ હવે જો હવે તમે નોકરી બદલશો તો Gratuity ટ્રાન્સફર કરવાની પણ તક મળી શકે છે. સૂત્રો અનુસાર સરકાર-યૂનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે હાલની ગ્રેચ્યુઇટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા માટે સહમતી થઈ રહી છે અને તેને સોશિયલ સિક્યોરિટી કોડથી સંબંધિત નિયમોમાં સામેલ કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર હવે PFની જેમ ગ્રેચ્યુઇટી ટ્રાન્સફરનો પણ વિકલ્પ મળશે. ગ્રેચ્યુટી પોર્ટેબિલિટી પર ઇન્ડસ્ટ્રી-યૂનિયન સંમત થયા પછી નોકરી બદલવા પર PFની જેમ ગ્રેચ્યુએટી પણ ટ્રાન્સફર થશે.

ઉલ્લેખનીય છે કે કંપનીમાં સતતઘણા વર્ષ સુધી કામ કરવા વાળા કર્મચારીને પગાર, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ (PF-Provident Fund) ઉપરાંત જે પૈસા મળે છે તેને ગ્રેચ્યુઇટી પેમેન્ટ (Gratuity Payment) કરે છે. તેનો એક નાનો હિસ્સો કર્મચારી (Employee)ના પગારમાંથી કાપવામાં આવે છે પરંતુ ગ્રેચ્યુઇટીનો મોટો હિસ્સો કંપની દ્વારા આપવામાં આવે છે. એક રીતે તે કંપનીના લાંબા ગાળાના લાભ જેવું છે. કોઈપણ કર્મચારી દ્વારા પ્રાપ્ત થતી ગ્રેચ્યુટી મુખ્ય રીતે બે વસ્તુ પર આધારિત હોય છે. પહેલું એ છે કે કર્મચારી કેટલો સમય કામ કરે છે અને બીજું તેના છેલ્લા પગારમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું કેટલું છે.

ગ્રેચ્યુટી શું છે?
કોઈપણ કંપનીમાં 5 વર્ષ અથવા તે કરતાં વધુ કર્મચારીઓ ગ્રેચ્યુટી માટે હકદાર છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 ની અંતર્ગત કંપની કર્મચારીઓની ગ્રેચ્યુટીની ચૂકવણી કરે છે પરંતુ પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને તે ઘણીવાર આ વિશે અજાણ હોય તો લાભ મેળવી શકતા નથી.

ગ્રેટ્યુટી કઇરીતે કેલ્કુલેટ થાય છે?
એક ઉદાહરણ દ્વારા સમજો… જો કોઈ વ્યક્તિ 20 વર્ષ એક કંપનીમાં કામ કરે છે. તેની છેલ્લી અંતિમ સેલરી 75000 (બેસિક અને ડીએ) મેળવે છે. ગણતરીમાં મહિનામાં 26 દિવસ ગણવામાં આવે છે. એક એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેચ્યુટી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. કુલ ગ્રેચ્યુટીના પૈસા – 75000 રૂપિયા x (15/26) x 20 = 865385 રૂપિયા થાય છે.