સરકાર વધુ એક કંપનીમાં હિસ્સેદારી વેચશે , 400 કરોડ માટે અપનાવશે ડિસઇન્વેસ્ટમેન્ટનો માર્ગ

સરકાર વધુ એક કંપનીમાં હિસ્સેદારી વેચશે , 400 કરોડ માટે અપનાવશે ડિસઇન્વેસ્ટમેન્ટનો માર્ગ

ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ એક ડગલું આગળ માંડતા ભારત સરકારે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ એટલે કે NFLમાં 20 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે.

Ankit Modi

| Edited By: Pinak Shukla

Feb 11, 2021 | 6:45 AM

ડિસઇન્વેસ્ટમેન્ટ તરફ એક ડગલું આગળ માંડતા ભારત સરકારે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ એટલે કે NFLમાં 20 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. આ વેચાણ ઓફર ફોર સેલ (OFS) દ્વારા કરવામાં આવશે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે સરકારે શેર વેચાણના સંચાલન માટે વેપારી બેન્કર પાસેથી બિડ મગાવી છે. મર્ચન્ટ બેન્કર્સ 2 માર્ચ સુધીમાં તેના માટે બોલી લગાવી શકે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે DIPAMએ બોલીની પ્રક્રિયા અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. માનવામાં આવે છે કે આ દ્વારા સરકાર 400 કરોડનું ભંડોળ એકત્રીત કરી શકે છે. આજે NFLનો શેરનો ભાવ 41.65 રૂપિયા છે અને તેની માર્કેટ કેપ રૂ 2000 કરોડ છે. આવી સ્થિતિમાં જો સરકાર 20 ટકા હિસ્સો વેચે છે તો 400 કરોડ રૂપિયા તેના ખાતામાં આવશે. સરકાર પાસે હાલમાં કંપનીમાં 74.71 ટકા હિસ્સો છે.

કંપનીની સ્થાપના 1974 માં થઈ હતી આ કંપનીની સ્થાપના 1974 માં થઈ હતી. કંપનીમાં હાલમાં 3339 નિયમિત કર્મચારી છે. કંપની પાસે હાલમાં પાંચ એમોનિયા યુરિયા પ્લાન્ટ છે. NFL મિનિ રત્ન કંપનીઓમાં ગણાય છે. ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનની કંપનીમાં 25.29 ટકા હિસ્સો છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે 2.1 લાખ કરોડનું સરકારનું લક્ષ્યાંક સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રૂ 2.1 લાખ કરોડનું લક્ષ્યાંક રાખ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ લક્ષ્યાંક રૂપિયા 1.75 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. ઘણી આવનારી કંપનીઓમાં સરકાર વિનિવેશના માર્ગ પર ઝડપથી આગળ વધશે. સરકાર VSNL. માં 26.12 ટકાનો બાકી હિસ્સો વેચવા જઈ રહી છે. આ કંપનીનું નામ હવે ટાટા કમ્યુનિકેશન્સ છે. માનવામાં આવે છે કે સરકાર આ દ્વારા 8000 કરોડનું ભંડોળ એકત્ર કરી શકે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati