ભારત બોન્ડ ETFમાં ફરી મળશે રોકાણની તક, ડિસેમ્બરમાં રોકી શકાશે નાણાં

Bharat Bond ETF: સરકાર ડિસેમ્બર સુધીમાં ભારત બોન્ડ ઈટીએફમાંથી 10,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. આ રકમનો ઉપયોગ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (CPSEs)ની વૃદ્ધિ યોજના માટે કરવામાં આવશે.

ભારત બોન્ડ ETFમાં ફરી મળશે રોકાણની તક, ડિસેમ્બરમાં રોકી શકાશે નાણાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:54 PM

જો તમે બજારમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. સરકાર ભારત બોન્ડ ETFનો (Bharat Bond ETF) આગામી હપ્તો ડિસેમ્બર સુધીમાં લાવી શકે છે. નાણાં મંત્રાલયના (Finance Minister) એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ કહ્યું કે સરકાર ડિસેમ્બર સુધીમાં ભારત બોન્ડ ઈટીએફમાંથી 10,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. આ રકમનો ઉપયોગ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (CPSEs)ની વૃદ્ધિ યોજના માટે કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ભંડોળની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વર્તમાન કેલેન્ડર વર્ષના અંત પહેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)નો ત્રીજો હપ્તો રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું, હમણાં અમે આ રકમ ફાઈનલ કરી રહ્યા છીએ. પરંતુ તે 10,000 કરોડ રૂપિયાથી વધુ હશે. ભારત બોન્ડ ઈટીએફ એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જે જાહેર ક્ષેત્રની કંપનીઓના બોન્ડમાં રોકાણ કરે છે. ETF હાલમાં માત્ર ‘AAA’ રેટેડ બોન્ડમાં જ રોકાણ કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ETF દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ સીપીએસઈ (CPSE) અથવા જાહેર ક્ષેત્રની બેંકોના દેવાને એકઠું કરવા માટેની યોજનામાં થાય છે. આ તેમની મૂડી ખર્ચની જરૂરિયાતને પણ પૂર્ણ કરે છે. એડલવાઈસ એસેટ મેનેજમેન્ટ સ્કીમના ફંડ મેનેજર છે.

પ્રથમ અને બીજા હપ્તામાંથી ઘણા કરોડ એકઠા થયા

જણાવી દઈએ કે ભારત બોન્ડ ETFનો બીજો હપ્તો જુલાઈ 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તે ત્રણ ગણાથી વધુ ઓવરસબ્સ્ક્રાઇબ થયું હતું અને સરકારે તેમાંથી  11,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સરકારને ડિસેમ્બર 2019માં તેની પ્રથમ ઓફરમાં લગભગ 12,400 કરોડ રૂપિયા મળ્યા હતા. ભારત બોન્ડ ETF તેના બીજા હપ્તામાં 5 અને 12 વર્ષના પાકતી મુદતના વિકલ્પો ઓફર કર્યા હતા, જ્યારે પ્રથમ હપતામાં પાકતી મુદતના વિકલ્પો 3 અને 10 વર્ષ માટે હતા.

ભારત બોન્ડ ETFની ખાસ બાબતો 

  • તે દેશનું પ્રથમ કોર્પોરેટ બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) છે.
  • રોકાણકારો ભારત બોન્ડ ETFમાં ઓછામા ઓછું 1,000 રૂપિયા જેટલું રોકાણ કરી શકે છે. આ પછી  1,000ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.
  • એક્સચેન્જ ટ્રેડેડ ફંડ માત્ર જાહેર ક્ષેત્રના AAA રેટેડ બોન્ડમાં રોકાણ કરશે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: ફરાર ગોસાવીના સાથીનો ખુલાસો ! ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી, 18 કરોડની ડીલમાં સમીર વાનખેડેને 8 કરોડ મળવાનો આક્ષેપ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">