સરકારે પેટ્રોલમાં મિશ્રીત કરવા માટે ઇથેનોલની વધારી કિંમત, જાણો ભાવવધારા પાછળ શું છે કારણ

સરકારે બુધવારે પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારે પેટ્રોલમાં મિશ્રીત કરવા માટે ઇથેનોલની વધારી કિંમત, જાણો ભાવવધારા પાછળ શું છે કારણ
Petrol Diesel Price Today
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Nov 10, 2021 | 11:51 PM

DELHI : સરકારે બુધવારે પેટ્રોલ (Petrol)માં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલ (Ethanol)ના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં વધુ ઇથેનોલ ઉમેરવાથી ક્રુડ ઓઈલના આયાત બિલમાં ઘટાડો થશે અને તેનાથી શેરડીના ખેડૂતો તેમજ સુગર મિલોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ શેરડીના રસમાંથી કાઢવામાં આવતા ઈથેનોલની કિંમત હાલ  62.65 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને  63.45 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. ડિસેમ્બર 2021થી શરૂ થતા સપ્લાય વર્ષથી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

કંપનીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર ઇથેનોલ ખરીદે છે સી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલની કિંમત હાલના  45.69 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને  46.66 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. તે જ સમયે, બી-હેવીમાંથી ઇથેનોલની કિંમત 57.61 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 59.08 રૂપિયા કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકાર દ્વારા નિર્ધારિત કિંમતે ઇથેનોલ ખરીદે છે.

ઠાકુરે જણાવ્યું હતું કે 2021-22 માર્કેટિંગ વર્ષ (ડિસેમ્બર-જાન્યુઆરી)માં પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણનો આંકડો 8 ટકા પર પહોંચી ગયો છે, અને આવતા વર્ષે તે 10 ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારત 2025 સુધીમાં પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણને 20 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.

આરબીઆઈ ગવર્નરે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની પ્રશંસા કરી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે સરકારના આ નિર્ણય પર કહ્યું કે કેન્દ્ર સરકારનો એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો તાજેતરનો નિર્ણય મોંઘવારી ઘટાડવા માટે સકારાત્મક છે. તેમણે કહ્યું કે ખાદ્ય મોંઘવારી હવે નિયંત્રણમાં છે, પરંતુ કોર મોંઘવારી સતત વધી રહી છે.

આ સાથે જ, સરકારે બુધવારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)ને 17,408.85 કરોડ રૂપિયાની કમિટીડ પ્રાઈસ સપોર્ટને મંજૂરી આપી છે. આ ટેકો 2014-15 થી 2020-21 સુધીની સાત કપાસ સિઝન માટે છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં લેવામાં આવ્યો છે. CCEA એ કપાસની મોસમ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2014-15 થી 2020-21 દરમિયાન કપાસ માટે MSP કામગીરી હેઠળ નુકસાનની ભરપાઈ માટેના ખર્ચને મંજૂરી આપી છે.

આ પણ વાંચો :  જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati