ગૂડ્સ ટ્રેન 1,800 ટન વજન સાથે 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, રેલવે મંત્રીએ ટ્વીટર પર વીડિયો શેર કર્યો

રેલવે પ્રધાન પિયુષ ગોયલે આજે કન્ટેનર ફ્રેટ ટ્રેનનો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો માલ ટ્રેનના એન્જિનની કેબિનમાં શૂટ કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે દેખાય છે કે કન્ટેનર ફ્રેઈટ ટ્રેન ટ્રેક પર 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ન્યુ ઈન્ડિયામાં માલગાડી […]

ગૂડ્સ ટ્રેન 1,800 ટન વજન સાથે 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, રેલવે મંત્રીએ ટ્વીટર પર વીડિયો શેર કર્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 13, 2020 | 4:37 PM
રેલવે પ્રધાન પિયુષ ગોયલે આજે કન્ટેનર ફ્રેટ ટ્રેનનો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો માલ ટ્રેનના એન્જિનની કેબિનમાં શૂટ કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે દેખાય છે કે કન્ટેનર ફ્રેઈટ ટ્રેન ટ્રેક પર 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ન્યુ ઈન્ડિયામાં માલગાડી ઝડપમાં એક્સપ્રેસ ટ્રેનને ટક્કર આપી રહી છે. કન્ટેનર ફ્રેઈટ ટ્રેન આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચે બિસાંથમ અને વરદાપુર વિભાગની વચ્ચે એક કલાકના 100 કિ.મીની ઝડપે 1800 ટન ભાર સાથે દોડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોનાકાળમાં અને લોકડાઉન દરમિયાન ભારતીય રેલ્વેએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. લોકડાઉન દરમિયાન રેલ્વે સમયસર રીતે એક રાજ્યથી બીજા રાજ્યમાં જરૂરી માલસામાન પરિવહન કર્યું છે અને ગયા મહિને રેકોર્ડ ભાડા જેવા વિક્રમ બનાવ્યો છે. ઓક્ટોબરમાં રેલ્વેએ 108.16 મિલિયન ટન માલનું પરિવહન કર્યું હતું . નૂર ભાડાથી 10,405.12 કરોડની આવક કરી છે જે પાછલા વર્ષ કરતા 9 ટકા વધારે છે.  રેલવે મંત્રાલયે નૂર વ્યવસાયને મજબૂત બનાવવા અને આગળ વધારવા માટે લોખંડ અને સ્ટીલ, સિમેન્ટ, વીજળી, કોલસો, ઓટોમોબાઈલ અને લોજિસ્ટિક્સ સેવા પ્રદાતાઓ સાથે બેઠક યોજી નૂર નીતિને વિગતવાર સમજાવી અને તે જ રીતે કામ કરવાની ખાતરી આપી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: આગામી નાણાકીય વર્ષમાં અલગ NPS ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થશે

ભારતીય રેલ્વેનું ભારણ ઓક્ટોબર 2020ના મહિનામાં 108.16 મિલિયન ટન હતું. જેમાં 46.97 મિલિયન ટન કોલસો, 14.68 મિલિયન ટન આયર્ન, 5.03 મિલિયન ટન અનાજ, 5.93 મિલિયન ટન ખાતર અને 6.62 મિલિયન ટન સિમેન્ટનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે રેલવે નૂર પ્રવૃત્તિને ખૂબ જ આકર્ષક બનાવવા માટે ઘણી છૂટછાટ આપી રહી છે. રેલવે નૂર વ્યાપાર સુધારવા અને સંસ્થાકીય બનાવવાના પ્રયાસ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">