SBIના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, Home Loanને લઈને કરવામાં આવી જાહેરાત

SBI હોમ લોન પર મોનસુન બ્લાસ્ટ ઓફર લઈને આવી છે. આ અંતર્ગત 31 ઓગસ્ટ સુધી લોન લેવા પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં.

SBIના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, Home Loanને લઈને કરવામાં આવી જાહેરાત
State bank of india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:56 PM

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State bank of india) એટલે કે  SBIએ હોમ લોન અંગે મોટી જાહેરાત કરી છે. SBI હોમ લોન પર મોનસુન બ્લાસ્ટ ઓફર લઈને આવી છે. આ અંતર્ગત 31 ઓગસ્ટ સુધી લોન લેવા પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં. આશરે 0.40 ટકા હોમ લોન પ્રોસેસિંગ ફી તરીકે જમા થાય છે. આ માફી આપવાથી દેવાદારોને મોટી રાહત મળશે.

એસબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે. જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. SBI હાલમાં દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. હોમ લોન માટે વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (R&DB) સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે મોનસુન ધમાકા ઓફર શરૂ કરી છે. પ્રોસેસિંગ ફી માફ કરવાથી હોમ લોન લેનારાઓમાં ઉત્સાહ વધશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એસબીઆઇ હોમ લોન પર વ્યાજ દર ઓછો છે, પ્રોસેસિંગ ફી અન્ય બેંકો કરતા ઓછી છે. પ્રી-પેમેન્ટ માટે કોઈ દંડ નથી. આ સિવાય, ઉધાર લેનાર 30 વર્ષમાં લોનની ચૂકવણી પણ કરી શકે છે. તેનાથી તેની EMIપણ ઓછો થઇ જાય છે. મહિલાઓને વ્યાજ પર વધારાનો લાભ મળે છે.

લોન લેનાર વ્યક્તિની ઉંમર વિષે વાત કરવામાં આવે તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ હોઈ શકે છે. લોન લેનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ. લોનની મુદત 30 વર્ષ સુધીની હોઈ શકે છે. બેંકની દેશભરમાં 24 હજારથી વધુ શાખાઓ છે. આ સિવાય 1600 થી વધુ લોકોની મજબૂત ટીમ હોમ લોન માટે સતત કામ કરે છે.

આ પણ વાંચો :જો Instagram પર તમારા એક હજાર ફોલોવર્સ છે તો તમે પણ કમાઇ શકો છો રૂપિયા, જાણો વિગત

આ પણ વાંચો : શું બાળકો પણ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે ? જાણો શું છે નિયમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">