અયોધ્યા રામ મંદિર દર્શન માટે જનારા લોકો માટે ખુશખબર, હવાઈ મુસાફરીના ભાડામાં થશે 1000 રૂપિયાનો ઘટાડો!

દેશભરમાં ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારા બાદ ઈન્ડિગોએ 6 ઓક્ટોબર 2023થી હવાઈ ભાડાની સાથે ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. એક શહેરથી બીજા શહેર વચ્ચેના અંતરના આધાર પર આ ચાર્જ 300 રૂપિયાથી 1,000 રૂપિયા સુધીનો હતો.

અયોધ્યા રામ મંદિર દર્શન માટે જનારા લોકો માટે ખુશખબર, હવાઈ મુસાફરીના ભાડામાં થશે 1000 રૂપિયાનો ઘટાડો!
Ram Mandir
| Updated on: Jan 04, 2024 | 7:58 PM

દેશની દિગ્ગજ એરલાઈન કંપની ઈન્ડિગોએ એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ફ્લાઈટનું ભાડું 1000 રૂપિયા જેટલું સસ્તું થઈ જશે. કંપની દ્વારા ફ્લાઈટના ભાડામાં ઘટાડાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દેશ રામ મંદિરના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે. અયોધ્યા એરપોર્ટ પરથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરનાર ઈન્ડિગો પહેલી કંપની છે. અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે.

ભાડામાં 1000 રૂપિયા સુધીનો ઘટાડો થશે

એવિએશન ફ્યુઅલ એટલે કે ATF ના ભાવમાં ઘટાડા બાદ ઈન્ડિગોએ હવાઈ મુસાફરીની ટિકિટ પર વસૂલવામાં આવતા ‘ફ્યુઅલ ચાર્જ’ને બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ગુરુવારે તેની જાહેરાત કરી હતી, જે આગામી દિવસોમાં હવાઈ મુસાફરીના ભાડામાં 1,000 રૂપિયા સુધીનો ઘટાડો કરશે.

ચાર્જ 300 રૂપિયાથી 1,000 રૂપિયા સુધીનો હતો

દેશભરમાં ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારા બાદ ઈન્ડિગોએ 6 ઓક્ટોબર 2023થી હવાઈ ભાડાની સાથે ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. એક શહેરથી બીજા શહેર વચ્ચેના અંતરના આધાર પર આ ચાર્જ 300 રૂપિયાથી 1,000 રૂપિયા સુધીનો હતો.

તેથી હવે જ્યારે ATFના દરમાં ઘટાડો થયો છે, ત્યારે ઈન્ડિગોએ ફ્લાઈટ ટિકિટમાંથી ફ્યુઅલ ચાર્જ હટાવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તે તેની કામગીરીના વિસ્તરણ પર પણ ધ્યાન આપી રહી છે, એટલા માટે તેઓએ 4 જાન્યુઆરીથી ફ્લાઇટ ટિકિટ પરનો ફ્યુઅલ ચાર્જ હટાવી દીધો છે.

500 કિલોમીટર સુધી 300 રૂપિયા

અત્યાર સુધી ઈન્ડિગો અંતરના આધારે ટિકિટ પર ફ્યુઅલ ચાર્જ વસૂલતી હતી. 500 કિલોમીટર સુધીના પેસેન્જર દીઠ 300 રૂપિયા હતા. આ ઉપરાંત 501-1,000 કિલોમીટરના અંતર માટે ચાર્જ 400 રૂપિયા હત. તેવી જ રીતે 1,001-1,500 કિમી માટે 550 રૂપિયા, 1501-2500 કિમી માટે 650 રૂપિયા અને 2501-3500 કિમી માટે 800 રૂપિયા ફ્યુઅલ ચાર્જ હતો.

આ પણ વાંચો : IPO ભરતા લોકોને થશે વધારે કમાણી! રતન ટાટાની એક કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ

જો આપણે 3501 કિલોમીટર અને તેનાથી વધુ અંતર માટે વાત કરીએ તો આ રકમ 1000 રૂપિયા હતી. ફ્યુઅલ ચાર્જ ડ્યુટી હટાવવાથી ઈન્ડિગો ફ્લાઈટની ટિકિટના ભાવમાં ઓછામાં ઓછો 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો ઘટાડો થશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો