AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અને અનિલ અંબાણી માટે આવ્યા ગુડ ન્યૂઝ, સેબીને 25 કરોડ રૂપિયા પરત કરવા કર્યો આદેશ

ટ્રિબ્યુનલને જણાવવામાં આવ્યું હતું કે દંડની રકમ રેગ્યુલેટર પાસે જમા કરવામાં આવી છે. ખંડપીઠે સેબીના આદેશને બાજુ પર રાખ્યો હોવાથી, સેબીને ચાર સપ્તાહની અંદર રૂ. 25 કરોડની રકમ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

મુકેશ અને અનિલ અંબાણી માટે આવ્યા ગુડ ન્યૂઝ, સેબીને 25 કરોડ રૂપિયા પરત કરવા કર્યો આદેશ
Good news for Mukesh and Anil Ambani (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 4:25 PM
Share

મુકેશ અંબાણી, અનિલ અંબાણી, માતા કોકિલાબેન સહિત પરિવારના બાકીના સભ્યોને અગાઉ લગાવવામાં આવેલા દંડમાંથી રાહત મળી છે. સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) એ શુક્રવારના રોજ સેબીના એપ્રિલ 2021ના આદેશને અંબાણી પરિવાર અને અન્ય કેટલાક લોકો પર ટેકઓવરના નિયમોના કથિત ઉલ્લંઘન બદલ રૂ. 25 કરોડનો દંડ ફટકારતો આદેશ રદ કર્યો હતો.

જસ્ટિસ તરુણ અગ્રવાલની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે અમને જણાય છે કે અપીલકર્તાઓએ SAST રેગ્યુલેશન્સ, 2011ના નિયમન 11(1)નું ઉલ્લંઘન કર્યું નથી. અપીલકર્તાઓ પર દંડ લાદવો કાયદામાં યોગ્ય નથી. તેથી, સેબીનો આદેશ ટકી શકતો નથી અને તેને બાજુ પર રાખી શકાતો નથી અને અપીલની મંજૂરી આપવામાં આવે છે.

સેબીએ 25 કરોડ ચૂકવવા પડશે

ટ્રિબ્યુનલને જણાવવામાં આવ્યું હતું કે દંડની રકમ રેગ્યુલેટર પાસે જમા કરવામાં આવી છે. ખંડપીઠે સેબીના આદેશને બાજુ પર રાખ્યો હોવાથી, સેબીને ચાર સપ્તાહની અંદર રૂ. 25 કરોડની રકમ પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ અંબાણી અને રિલાયન્સ હોલ્ડિંગ દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ સેબીના આદેશને પડકારતી અપીલ બાદ આવ્યો છે.

માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હોલ્ડિંગ અને મુકેશ અને અનિલ અંબાણી, ટીના અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી, કોકિલાબેન અંબાણી સહિત અંબાણી પરિવાર પર 25 કરોડ રૂપિયાનો સંયુક્ત દંડ ફટકાર્યો હતો. રિલાયન્સ રિયલ્ટી પણ કેટલીક અન્ય સંસ્થાઓ સાથે કેસનો ભાગ હતી.

સેબીએ શા માટે દંડ ફટકાર્યો હતો

ટેકઓવર રેગ્યુલેશનનો ભંગ વોરંટના રૂપાંતરણને અનુસરીને, જાન્યુઆરી 2000માં RIL દ્વારા 38 એકમોને જારી કરાયેલા રૂ. 12 કરોડના શેર સાથે સંબંધિત છે. સેબીનો આરોપ છે કે આરઆઈએલના પ્રમોટરો દ્વારા અન્ય કેટલીક સંસ્થાઓ સાથે હસ્તગત કરેલ 6.83 ટકા હિસ્સો પ્રમોટરો માટે ટેકઓવરના નિયમોમાં નિર્ધારિત 5 ટકાની મર્યાદા કરતાં વધુ હતો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">