સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! મોંઘવારી ભથ્થાના અટકેલા 3 હપ્તા ટૂંક સમયમાં ચુકવવામાં આવશે

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! મોંઘવારી ભથ્થાના અટકેલા 3 હપ્તા ટૂંક સમયમાં ચુકવવામાં આવશે
File Photo

કેન્દ્ર સરકારે કોરોના સંકટ દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો (Government Employees and Pensioners) ના અટકાવેલા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (DA-DR) ને ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Mar 10, 2021 | 7:49 AM

કેન્દ્ર સરકારે કોરોના સંકટ દરમિયાન સરકારી કર્મચારીઓ અને પેન્શનરો (Government Employees and Pensioners) ના અટકાવેલા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (DA-DR) ને ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયે મંગળવારે ખાતરી આપી હતી કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના અટકેલા ત્રણ હપ્તા વહેલી તકે નિર્ણય લઈને ફરીથી સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, તેમને 1 જુલાઇ, 2021 થી લાગુ થતા અસરકારક દરે હપ્તા ચૂકવવામાં આવશે.

કેન્દ્રએ DA અને DR અટકાવી 37,430 કરોડ રૂપિયા બચાવ્યા રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોરોના કટોકટી દરમિયાન અટકેલા મોંઘવારી ભથ્થાના હપ્તામાંથી રૂપિયા 37,430.08 કરોડની બચત કરી હતી જેનો ઉપયોગ રોગચાળા સામે કરવકામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના હપ્તા અને પેન્શનરોના મોંઘવારી રાહત 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 થી બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. કેબિનેટે તેમાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. આનાથી મોંઘવારી ભથ્થું 21 ટકા થશે, જે 1 જુલાઈ 2021 થી લાગુ થશે.

જુલાઈ 2021 સુધી વધેલા દરે વધારાના હપ્તા ચૂકવવામાં આવશે નહીં એપ્રિલ 2020 માં, નાણાં મંત્રાલયે 50 લાખ કેન્દ્રિય સરકારી કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોના એપ્રિલ 2020 ના જુલાઈ સુધીમાં મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવવાનો નિર્ણય લીધો હતો. નાણાં મંત્રાલયે એક મેમોમાં કહ્યું હતું કે, કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને, 1 જાન્યુઆરી 2020 થી બાકી રહેલા કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું અને પેન્શનરોના મોંઘવારી રાહતના વધારાના હપ્તા ચૂકવવામાં આવશે નહીં. તે જ સમયે, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 ના ​​વધારાના હપ્તા પણ ચૂકવવામાં આવશે નહીં. જો કે, વર્તમાન દરો પર ડીએ અને ડીઆર ચૂકવવાનું ચાલુ રાખશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati