UPI-Credit Card Linking: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર, હવે UPIની મદદથી તમે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશો

રિઝર્વ બેંક તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાશે. આરબીઆઈનું (RBI) કહેવું છે કે યુપીઆઈ સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરવાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે.

UPI-Credit Card Linking: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે સારા સમાચાર, હવે UPIની મદદથી તમે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશો
UPI Payment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 3:35 PM

ક્રેડિટ કાર્ડ (Credit Card) યુઝર્સ માટે આ એક સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની મંજૂરી આપી છે. તેની શરૂઆત RuPay કાર્ડથી કરવામાં આવી રહી છે. હાલમાં, UPI સાથે ફક્ત બચત અને ચાલુ ખાતાને જ લિંક કરી શકાય છે. આ કામ યુઝરના ડેબિટ કાર્ડની મદદથી કરવામાં આવે છે. રિઝર્વ બેંક તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરી શકાશે. આરબીઆઈનું કહેવું છે કે યુપીઆઈ સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરવાથી ગ્રાહકોને વધુ સુવિધા મળશે. જ્યાં સુધી સિસ્ટમમાં જરૂરી ફેરફાર નહીં થાય ત્યાં સુધી તેનો અમલ નહીં થાય તેવું પણ જણાવાયું હતું. આ સિવાય NPCIને અલગથી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવશે.

TV9 ભારતવર્ષ સાથે વાત કરતા, Invest Aaj For Kal ના અનંત લાઢાએ જણાવ્યું કે આ સુવિધા શરૂ થવાથી તમે UPIની મદદથી કોઈપણ કરિયાણાની દુકાન પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશો. આજકાલ દરેક દુકાનમાં UPI પેમેન્ટ માટે QR કોડની સુવિધા છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર વપરાશકર્તાઓને લગભગ 50 દિવસનો વ્યાજમુક્ત સમયગાળો મળે છે. આ સિવાય રિવોર્ડ પોઈન્ટ અલગથી ઉપલબ્ધ છે. અનંત એમ પણ કહે છે કે અત્યારે આ વિશે વધુ વાત કરવી બહુ વહેલું છે. જો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ UPIની મદદથી કરવામાં આવે છે, તો ક્રેડિટ કાર્ડ કંપની MDR કોની પાસેથી વસૂલશે, તે મોટો પ્રશ્ન છે. અત્યારે ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતાની જરૂર છે.

UPI ના 26 કરોડ યુનિક યુઝર્સ

RBI ગવર્નર દાસે કહ્યું કે આજની તારીખે, UPI એ દેશમાં ચૂકવણી માટેનું સૌથી વિશ્વસનીય અને સમાવેશી પ્લેટફોર્મ છે. તેના 26 કરોડ યુનિક યુઝર્સ છે અને 5 કરોડ વેપારીઓ પણ તેની સાથે જોડાયેલા છે. મે મહિનામાં UPIની મદદથી 10.40 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા. ગયા મહિને લગભગ 595 કરોડના વ્યવહારો થયા હતા.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

15 હજાર સુધીની રિકરિંગ પેમેન્ટ માટે OTP જરૂરી નથી

આ સિવાય રિઝર્વ બેંકે ઓટો ડેબિટ એટલે કે રિકરિંગ પેમેન્ટ માટે ઓટોમેટિક પેમેન્ટની મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 15000 રૂપિયા કરી દીધી છે. આ ટ્રાન્ઝેક્શન કાર્ડ અથવા UPIની મદદથી પૂર્ણ થાય છે. 1 ઓક્ટોબર, 2021ના રોજ, RBI એ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPIની મદદથી રિકરિંગ પેમેન્ટ્સ માટે OTP પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું હતું. વર્તમાન નિયમો મુજબ, જો 5000 રૂપિયાથી ઓછી કિંમતમાં રિકરિંગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, તો તેના માટે એક વખત પ્રમાણીકરણ જરૂરી છે. તે પછી તે માસિક ધોરણે ઓટો મોડમાં કામ કરે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">