GOLD : સોનામાં Import Duty ઘટવાથી રોકાણકાર અને ઝવેરીઓથી લઈ સરકારને લાભ થશે, દાણચોરી ઘટવાથી સરકારની આવક વધશે

બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5% ​​થી ઘટાડીને 7.5% કરવાથી સોના(Gold)ના ગેરકાયદે વેપાર અને સોનાની દાણચોરી ઘટશે. ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આનાથી સરકારની આવકમાં વધારો થશે.

GOLD : સોનામાં Import Duty ઘટવાથી રોકાણકાર અને ઝવેરીઓથી લઈ સરકારને લાભ થશે, દાણચોરી ઘટવાથી સરકારની આવક વધશે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 08, 2021 | 7:19 AM

બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5% ​​થી ઘટાડીને 7.5% કરવાથી સોના(Gold)ના ગેરકાયદે વેપાર અને સોનાની દાણચોરી ઘટશે. ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આનાથી સરકારની આવકમાં વધારો થશે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી લાંબા ગાળે સોનાની માંગમાં વધારો થશે કારણ કે તેનાથી ઘરેણાંની કિંમતમાં ઘટાડો થશે અને ગ્રાહકોની ખરીદીમાં વધારો થશે.

વર્ષ 2019 – 20 માં સોનામાં ખોટી રીતે આવ્યો હતો ઉછાળો સરકારે આવક વધારવા જુલાઈ 2019 માં રજૂ કરેલા બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી 10% થી વધારીને 12% કરી હતી. આ સ્થિતિમાં સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળ્યું હતું. Ind-Raના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2019-20માં દેશમાં 150 થી 180 ટન સોનું ખોટી રીતે દાખલ થયું હતું. આ જથ્થો સત્તાવાર માધ્યમો થકી આવેલા 600 થી 700 ટન સોનાનો 1/4 હિસ્સો છે. Ind-Ra માને છે કે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી ઓર્ગેનાઇઝડ ક્ષેત્રના ઝવેરીઓને ફાયદો થશે.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે પ્રતિ ગ્રામ દીઠ રૂ.120 ઘટાડો થયો સોનાની આયાત 2020 માં એક દાયકાની નીચી સપાટીએ પહોંચી હતી પરંતુ ચોથા ત્રિમાસિક ગાળામાં તે વધી હતી. નાણાકીય વર્ષ 2020-21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં જ્યારે તેની કિંમત પ્રતિ ગ્રામ 5000 રૂપિયાથી વધુ હતી, ત્યારે મોટાભાગના ઝવેરીઓનું વેચાણ વધ્યું હતું. બજેટમાં કરવામાં આવેલી ઘોષણા સાથે અસરકારક રીતે ઈમ્પોર્ટ ડ્યુટીમાં લગભગ 2.5 ટકાનો ઘટાડો થવાથી ભાવ પ્રતિ ગ્રામ રૂ.120 ઘટ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વર્ષ 2020-21માં સોનાનો ભાવ 15-20% વધશે સોનાના ભાવમાં તાજેતરના ઘટાડા છતાં નાણાકીય વર્ષ 2020-21માં તે ઉચ્ચ સ્તરે છે. Ind-Ra અનુસાર, 2020-21માં સોનાનો ભાવ પાછલા વર્ષ કરતા 15-20% વધારે હશે અને ઇન્વેન્ટરી ગેઇનનો થોડો ભાગ કિંમતમાં કામચલાઉ ઘટાડો થશે.

ઓર્ગેનાઇઝડ જ્વેલરી ક્ષેત્રને ઓછી ઈમ્પોર્ટ ડ્યુટીથી રાહત રિપોર્ટ અનુસાર, આયાત ડ્યુટીમાં ઘટાડાથી સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓને રાહત મળી છે કારણ કે સોનાના ગેરકાયદે વેપારની સ્પર્ધા ઓછી થશે. Ind-Ra કહે છે કે સરકારે SEBIને ગોલ્ડ બુલિયન એક્સચેંજનું નિયમનકાર બનાવવાની બજેટમાં જાહેરાત કરી છે તે આ ક્ષેત્રને સંગઠિત બનાવવા તરફ આગળ વધશે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">