Gold Price Today : ફેસ્ટિવલ સીઝનમાં સોનાની શું છે કિંમત? તહેવારની ખરીદી માટે બેંકો આપી રહી છે ખાસ ઓફર

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઑફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે. શોપિંગ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ, લોન, પ્રોસેસિંગ ફી માફી જેવી વિશેષ ઓફરો ચલાવવામાં આવી રહી છે.

Gold Price Today : ફેસ્ટિવલ સીઝનમાં સોનાની શું છે કિંમત? તહેવારની ખરીદી માટે બેંકો આપી રહી છે ખાસ ઓફર
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 9:27 AM

સોના અને ચાંદીમાં આજે મિશ્ર વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. રિટેઇલ માર્કેટમાં સોના ભાવ(Gold Price Today)માં તેજી જયારે હજુ પણ ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત લગભગ 450 રૂપિયા સસ્તી થઈ રહી છે.વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે. સોનાની કિંમતો સપાટ છે અને તે રૂ. 50000 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે. આ સોનાના ભાવ તેના ઓક્ટોબર વાયદા માટે છે. ગઈકાલની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 56,083 પર ટ્રેડ કરી રહ્યો હતો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   50000.00 6.00 (0.01%)   –  09 : 15 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51780
Rajkot 51800
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51060
Mumbai 50630
Delhi 50790
Kolkata 50630
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 44169
USA 43325
Australia 43320
China 43453
(Source : goldpriceindia)

દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ અવસર પર બેંકોએ ગ્રાહકોને રીઝવવા માટે ઘણી ઑફર્સ શરૂ કરી છે. જેમાં દેશની તમામ મોટી અને નાની બેંકો સામેલ છે. શોપિંગ પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર્ડ, લોન, પ્રોસેસિંગ ફી માફી જેવી વિશેષ ઓફરો ચલાવવામાં આવી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક(SBI), પંજાબ નેશનલ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકનો સમાવેશ થાય છે. બીજી ઘણી બેંકો છે જે ગ્રાહકોને વિશેષ ઑફર્સનો લાભ આપી રહી છે. આ બેંકોએ અલગ-અલગ ઈ-કોમર્સ કંપનીઓ અને રિટેલ ચેઈન સાથે જોડાણ કર્યું છે, જેના હેઠળ શોપિંગ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ બેંકોની ઓફર્સ વિશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા – SBI

સ્ટેટ બેંકે નવરાત્રી પર ખાસ ઓફર શરૂ કરી છે. આમાં ગ્રાહકોને શોપિંગ પર 22.5% સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ સિવાય કાર લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન પર એક્સક્લુઝિવ ઑફર્સ આપવામાં આવી રહી છે. આ માટે ગ્રાહક YONO એપ પર જઈ શકે છે અથવા OnlineSBI વેબસાઈટ પર લોગીન કરી શકે છે. SBI એ નવરાત્રી ઓફર હેઠળ ઝીરો પ્રોસેસિંગ ફીની જાહેરાત કરી છે. કાર લોનની ઈએમઆઈ 1551 રૂપિયાથી શરૂ થાય છે, પર્સનલ લોનની ઈએમઆઈ 1868 રૂપિયાથી અને ગોલ્ડ લોનની ઈએમઆઈ 3134 રૂપિયાથી શરૂ થાય છે.

યુનિયન બેંક – Union Bank

યુનિયન બેંક દ્વારા તેની વિવિધ લોન પર સમાન ઓફર આપવામાં આવી રહી છે. યુનિયન હોમ (ટેકઓવર સહિત) અને યુનિયન માઈલ્સ સ્કીમ હેઠળ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી છે. આ ઓફરનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ 8 ઓગસ્ટ 2022 થી 31 જાન્યુઆરી 2023 સુધી લોન લેશે.

પંજાબ નેશનલ બેંક – PNB

પંજાબ નેશનલ બેંકે તહેવારોની સીઝન ઓફરમાં પ્રોસેસિંગ ફી માફ કરી દીધી છે. ઉપરાંત, કોઈ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. આ સુવિધા ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને માય પ્રોપર્ટી લોન પર આપવામાં આવી રહી છે. ડિજિટલ માધ્યમથી હોમ લોન લેનારા ગ્રાહકોને 0.05 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો હોમ લોન અન્ય બેંક પાસેથી લેવામાં આવી હોય તો PNB કાયદાકીય અને મૂલ્યાંકન ચાર્જને માફ કરી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા – Central Bank of India

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા નવરાત્રિ પર ઓછા વ્યાજે લોન આપી રહી છે. આ ઓફર વિશે માહિતી મેળવવા માટે, સેન્ટ્રલ બેંકની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જો ગ્રાહકો ઈચ્છે છે, તો તેઓ સેન્ટ્રલ બેંકની શાખામાં જઈને પણ ઓફર વિશે જાણી શકે છે. ઓફર હેઠળ લોન લેવાનું પણ સરળ કરવામાં આવ્યું છે.

ICICI Bank

ICICI બેંક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર લક્ઝરી સામાનની ખરીદી અને ખરીદી પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. લોન હેઠળ હોમ લોન, ઓટોમોબાઈલ લોન, પર્સનલ લોન, ટ્રેક્ટર લોન, ગોલ્ડ અને ટુ-વ્હીલર લોનનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. લોન ઓફર ચોક્કસ સમયગાળા માટે અને વિવિધ શ્રેણીઓ માટે છે. બેંક ગ્રાહકો ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આ ઑફર્સનો લાભ લઈ શકે છે. ગ્રાહકો તેમની ખરીદી પર EMI અને નો કોસ્ટ EMIનો લાભ લઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">