Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજે શું છે 1 તોલા સોનાનો ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં ગત સપ્તાહે સોના અને ચાંદીના સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 1522 રૂપિયાનો ઘટાડો થયો હતો. તે જ સમયે, ચાંદીની કિંમતમાં 793 રૂપિયાનો ઘટાડો થયો હતો.

Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજે શું છે 1 તોલા સોનાનો ભાવ
Gold - file image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 10:03 AM

Gold Price Today : આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે MCX પર સોનું ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી સોનામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આજે સોમવારે MCX પર 24 કેરેટ શુદ્ધતાનું સોનું ઘટીને રૂ. 49,257.00 પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું હતું  જે નીચલા સ્તરે 49200 રૂપિયા સુધી સરકી ગયું હતું. સોનાના ભાવમાં ઘટાડાને કારણે તેની કિંમત હાલમાં 6 મહિનાની નીચી સપાટીએ ચાલી રહી છે.ગત સપ્તાહે સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાના સરકારના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત શરૂઆતના કારોબારમાં ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો હતો. આજે સવારના સત્રમાં ચાંદી 0.20 ટકાના વધારા સાથે રૂ. 56,832.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49200.00 -180.00 (-0.36%)  –  09:55 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51050
Rajkot 51070
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 50530
Mumbai 50020
Delhi 50170
Kolkata 50020
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 43787
USA 42929
Australia 42927
China 42926
(Source : goldpriceindia)

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમત 0.30 ટકા નીચે છે અને 1669.00 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ચાલી રહી છે. એ જ રીતે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના હાજર ભાવમાં પણ વધારો થયો છે. ચાંદી હાલમાં 19.40 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

સોનુ ચળકાટ ગુમાવી રહ્યું છે

ભારતીય બુલિયન માર્કેટમાં ગત સપ્તાહે સોના અને ચાંદીના સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં 1522 રૂપિયાનો ઘટાડો થયો હતો. તે જ સમયે, ચાંદીની કિંમતમાં 793 રૂપિયાનો ઘટાડો થયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન એટલે કે IBJA ની વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ગયા બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (12 થી 16 સપ્ટેમ્બર) 50,863 હતો, જે શુક્રવાર સુધી ઘટીને 49,341 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદીની કિંમત રૂ. 55,937 થી ઘટીને રૂ. 55,144 પ્રતિ કિલો થઈ ગઈ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સોનાનો ભાવ જાણવો ખૂબ જ સરળ બન્યો

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">