Gold Price Today : બજેટ બાદ બુલિયન માર્કેટને પાંખો લાગી છે અને સોના-ચાંદીની જોરદાર ખરીદી થઈ રહી છે. આ કારણે બંને મુખ્ય કીમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત 59,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી રહી છે જ્યારે ચાંદીની કિંમત પણ 71,000 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. આજે વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24-કેરેટ સોનાની વાયદાની કિંમત વધીને રૂ. 58,826 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. સોનામાં 58,825 પર કારોબાર શરૂ થયો હતો પરંતુ થોડા સમય પછી ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી. જો કે, તે હજુ પણ અગાઉના બંધ ભાવની સરખામણીમાં 1.29 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
MCX GOLD : 58700.00 748.00 (1.29%) – બપોરે 12: 50 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 60656 |
Rajkot | 60677 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 59730 |
Mumbai | 58470 |
Delhi | 58610 |
Kolkata | 58470 |
(Source : goodreturns) |
સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચાંદીનો ભાવ રૂ. 1,499 વધીને રૂ. 71,340 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં 70 હજારથી ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ ટ્રેડિંગ શરૂ થતાં જ રોકાણકારોએ ખરીદી શરૂ કરી હતી અને ચાંદીના ભાવ તેના અગાઉના બંધ દર કરતાં 2.15 ટકા વધ્યા હતા.
વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. યુએસ સ્પોટ માર્કેટમાં સોનું આગલા બંધ કરતાં 0.16 ટકા વધીને $1,953.47 પ્રતિ ઔંસ થયું હતું. આ જ તર્જ પર, ચાંદીની હાજર કિંમત પણ આજે 2.84 ટકા વધીને 24.280 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
કોમોડિટી એક્સપર્ટ અને કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. સોનું પહેલેથી જ ખરીદદારોની પ્રથમ પસંદગી બની ગયું છે. લગ્નસરાની સિઝનના કારણે માંગ પણ વધી છે અને તેની ખરીદી પણ થોડા સમય માટે જોવા મળશે. એવું લાગી રહ્યું છે કે પહેલા હાફમાં જ સોનાની કિંમત હજુ વધી શકે છે.