Gold Price Today : સોનુ 22 કેરેટનું ખરીદવું જોઈએ કે 24 કેરેટ? જાણો તફાવત આજના શુદ્ધ સોનાના ભાવ સાથે

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય.

Gold Price Today : સોનુ 22 કેરેટનું ખરીદવું જોઈએ કે 24 કેરેટ? જાણો તફાવત આજના શુદ્ધ સોનાના ભાવ સાથે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 11:19 AM

Gold Price Today :  ભારતીયોમાં સોનાનું ખુબ આકર્ષણ હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્યારેક ને ક્યારેક સોનું ખરીદે છે. સોનુ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવા લઈ શકાય છે પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?જો તમે જાણો છો કે આ બંને કેરેટનું સોનુ કેવું હોય છે તો તે સારી બાબત છે અને જો તમે જાણતા ન હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.

કેરેટનો સીધો સંબંધ શુદ્ધતા સાથે છે. કેરેટ જેટલું ઊંચું તેટલું શુદ્ધ સોનું મનાય છે. તે માત્ર 0 થી 24 સુધીનું રેટિંગ છે. તેથી તમારે સમજવું જોઈએ કે 24 કેરેટ સોનું એ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને 24 કેરેટ અને 22 કેરેટ વચ્ચેનો તફાવત માત્ર શુદ્ધતાનો છે.

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય. તમારે એ પણ જાણવું જોઈએ કે 24 કેરેટ સોનાથી ઉપરનું કોઈ સોનું નથી. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત દરરોજ બદલાય છે કારણ કે તે સૌથી શુદ્ધ સોનું છે તો તેની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોના કરતાં વધુ છે. 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે અને તેમાંથી ઘરેણાં બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ બજારમાં મોટાભાગની જ્વેલરી 22 કે તેથી ઓછા કેરેટમાં જ ઉપલબ્ધ છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

22 કેરેટ સોનું 22 કેરેટ સોનામાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ અન્ય કોઈપણ ધાતુઓનું મિશ્રણ હોય છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો તેમાં ઝિંક અને કોપર હોઈ શકે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોના કરતાં કઠણ છે. અને તેનું કારણ તેમાં ભળેલી અન્ય ધાતુઓ છે. 22 કેરેટ સોનું દાગીના માટે સારું માનવામાં આવે છે. 22 કેરેટ સોનાને ‘916 સોનું’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 91.62 ટકા શુદ્ધ સોનું હોય છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   52406.00      +70.00 (-0.15%)  –  11:10 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 54160
Rajkot 54180
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 53340
Mumbai 52090
Delhi 52240
Kolkata 52090
(Source : goodreturns)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">