Gold Price Today : સોનામાં રોકાણ માટે આવ્યો ઉત્તમ સમય , જાણો તમારા શહેરના સોનાના ભાવ
MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.
Gold Price Today : જો તમે સોનું કે સોનાના ઝવેરાત ખરીદવા માંગતા હો, તો હાલ તમારી પાસે સારી તક છે.સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો વાયદો 0.82 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 48500 નીચે ગગડ્યું હતું. ગુજરાતમાં સોનુ (Gold Price in Gujarat) 50 હજાર નીચે ટ્રેડ થઇ રહ્યું છે.
ભારતમાં સોનું આ મહિનાની શરૂઆતમાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ 48,700 રૂપિયા સુધી પહોંચ્યું હતું અને આ સ્તરે પહોંચ્યા બાદથી સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો અહીં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 0.6 ટકા તૂટીને 1,864.58 ડડોલર સુધી પહોંચ્યો હતો. આ અઠવાડિયાનું સૌથી નીચું સ્તર છે. ફેડરલ રિઝર્વ નીતિ બેઠકના પરિણામો પણ આ અઠવાડિયાના અંતમાં આવવાના છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD Current 48538.00 -365.00 (-0.75%) – સવારે 11.44 વાગે Open 48,750.00 High 48,750.00 Low 48,480.00
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 49957 RAJKOT 999 49978 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 49900 MUMBAI 48720 DELHI 52180 KOLKATA 51180 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 49640 HYDRABAD 49640 PUNE 48720 JAYPUR 52180 PATNA 48720 NAGPUR 48720 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 44951 AMERICA 44021 AUSTRALIA 44072 CHINA 44008 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)