Gold Price Today : ઈમ્પોર્ટ ડ્યુટી બાદ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજના સોનાના ભાવ

IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે MCX પર ચાંદીના ભાવમાં 3.71 ટકાનો ઘટાડો થયો હતો અને તે 58182 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

Gold Price Today : ઈમ્પોર્ટ ડ્યુટી બાદ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજના સોનાના ભાવ
Gold(Symbolic Image )Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 1:46 PM

સરકારે સોના પર 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટીની(Import duty on Gold) જાહેરાત કર્યા બાદ ગયા સપ્તાહે તેની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. સ્થાનિક બજારમાં MCX પર સોનું (Gold Price)ગયા સપ્તાહે 2.56 ટકા વધીને રૂ. 51917 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડમાં ગયા સપ્તાહે 0.88 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 1810 ડોલરના સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે $1784 ના સૌથી નીચા સ્તરને સ્પર્શ્યું. સ્પોટ ગોલ્ડ છ મહિનાના તળિયે છે. આ રીતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે MCX પર ચાંદીના ભાવમાં 3.71 ટકાનો ઘટાડો થયો હતો અને તે 58182 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. સાપ્તાહિક ટ્રેડિંગ દરમિયાન, તે 57537 ની નીચી સપાટીને સ્પર્શ્યો, જે બે વર્ષનો સૌથી નીચો સ્તર છે. હાજર બજારમાં પણ ચાંદીએ 20 ડોલરનું સ્તર તોડીને ઔંસ દીઠ 19.80 ડોલરના સ્તરે બંધ કર્યું હતું. આ બે વર્ષમાં સૌથી નીચું સ્તર છે. અત્યારે એગ્રી કોમોડિટીઝ અને મેટલ્સ સહિત અન્ય પ્રકારની કોમોડિટીઝ પર દબાણ છે. મંદીના કારણે માંગના અભાવની શક્યતાએ ભાવમાં ઘટાડો કર્યો છે.

મંદીની શક્યતાને કારણે સોનું વધશે

અનુજ ગુપ્તાએ કહ્યું કે યુએસ ફેડરલ રિઝર્વ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો કરી રહ્યું છે. જેના કારણે સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. મોંઘવારી પહેલેથી જ ટોચ પર છે. આવી સ્થિતિમાં, જો બેરોજગારીના આંકડા નબળા છે, તો તે યુએસ અર્થતંત્રમાં મંદીનો સંકેત આપે છે. જૂનમાં, યુએસ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. સાથે જ જૂનમાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઈન્ડેક્સ પણ 16 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં જો મંદીની સંભાવના વધે તો સોનું ફરી વધશે. જો કે, અત્યાર સુધી રોકાણકારો તેની શક્યતાને નકારી રહ્યા છે. તેથી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધારાની અસર જોવા મળી રહી છે અને પીળી ધાતુના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :     52118.00    +201.00 (0.39%) –  01:39 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે –  09:32 વાગે
Ahmedavad 53843
Rajkot 53893
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52480
Mumbai 52340
Delhi 52340
Kolkata 52340
(Source : goodreturns)

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">