Gold Price Today : સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યું છે સોનુ,જાણો 1 ગ્રામ સોનાનો ભાવ

આજે સોમવારે, વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર રૂ. 56,071 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવથી 09:20 સુધી રૂ. 328 વધીને રૂ. આજે સોનાનો ભાવ રૂ.55,800 પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ એક વખત કિંમત રૂ.56110 થઈ ગઈ હતી.

Gold Price Today : સર્વોચ્ચ સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યું છે સોનુ,જાણો 1 ગ્રામ સોનાનો ભાવ
Gold and silver prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 12:27 PM

મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમત આજે 56 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. સોનું તેના રૂ. 56,200ના રેકોર્ડ સ્તરથી થોડાક જ ડગલાં દૂર છે. તે જ સમયે ચાંદીમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવાર, 9 જાન્યુઆરીએ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  પર સોનાની કિંમત 0.59 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદીની કિંમત પણ આજે લીલા રંગમાં ખુલી છે અને 0.62 ટકા વધી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ પર સોનાના દરમાં 0.80 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદી પણ 1.62 ટકાના વધારા સાથે બંધ થયો હતો.

આજે સોમવારે, વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર રૂ. 56,071 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવથી 09:20 સુધી રૂ. 328 વધીને રૂ. આજે સોનાનો ભાવ રૂ.55,800 પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ એક વખત કિંમત રૂ.56110 થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 440 વધીને રૂ. 55,730 પર બંધ થયો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  56105.00 362.00 (0.65%)   – બાપરે  12: 21 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 58039
Rajkot 58050
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 57380
Mumbai 56290
Delhi 56440
Kolkata 56290
(Source : goodreturns)

ચાંદીની ચમક

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીનો ભાવ રૂ. 4311 વધીને રૂ. 69,586 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ આજે 69,500 રૂપિયા પર ખુલ્યો હતો. એક વખત તેની કિંમત 69,670 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી તે રૂ. 69,586 પર ટ્રેડ થવા લાગ્યો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, MCX પર ચાંદીની કિંમત રૂ. 1,100 વધીને રૂ. 69,178 પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સોનાનો ભાવ આજે 0.63 ટકા વધીને $1,877.59 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ પણ આજે ઊંચા છે. ચાંદીના ભાવ 0.62 ટકા ઉછળીને 23.98 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યાં છે.

સસ્તું સોનુ ખરીદવાની તક મળશે

SGB ને લઈને દેશમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને 26 જાન્યુઆરી, 2023 પહેલા ગ્રીન બોન્ડ ખરીદવાની તક મળવાની છે. ગ્રીન બોન્ડ એ કોઈપણ સંસ્થા અથવા કોર્પોરેટ કંપની દ્વારા જારી કરાયેલ બોન્ડ છે તેનો હેતુ પર્યાવરણના દૃષ્ટિકોણથી ચાલુ પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવાનો છે. કેન્દ્રની મોદી સરકારે દેશમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફાઇનાન્સ કરવા માટે સ્થાનિક બજારમાંથી નાણાં એકત્ર કરવાની યોજના બનાવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">