Gold Price Today : સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે સોનું,જાણો આજના 1 તોલાના ભાવ

વિક્રમી સપાટી તરફ આગળ વધતા સોનામાં ગઇકાલે બ્રેક લાગી હતી પરંતુ આજે સોનું ફરી ઉપર તરફ વધવા લાગ્યું છે. ગઈકાલના ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે ચાંદીમાં પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું ધીમે ધીમે રૂ. 56,200ની સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે.

Gold Price Today : સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે સોનું,જાણો આજના 1 તોલાના ભાવ
Today gold started moving upwards again
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 10:28 AM

વિક્રમી સપાટી તરફ આગળ વધતા સોનામાં ગઇકાલે બ્રેક લાગી હતી પરંતુ આજે સોનું ફરી ઉપર તરફ વધવા લાગ્યું છે. ગઈકાલના ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે ચાંદીમાં પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું ધીમે ધીમે રૂ. 56,200ની સર્વોચ્ચ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. આજે જાન્યુઆરી 6 ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.31 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની કિંમત પણ આજે 0.37 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર  રૂ. 55,321 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો જે ગઈકાલના બંધ ભાવથી સવારે 09:15 વાગ્યા સુધી રૂ. 31 વધીને રૂ.55,382 પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 500 ઘટીને રૂ. 55,267 પર બંધ થયો હતો.  ચાંદી પણ 1.68 ટકા ઘટીને બંધ થઈ હતી.

ચાંદીમાં ચળકાટ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીનો ભાવ રૂ. 251 વધીને રૂ. 68,329 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આજે ચાંદીની કિંમત 68,389 રૂપિયા પર ખુલી છે. એક વખત તેની કિંમત 68,395 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી તે 69,330 રૂપિયા થઈ ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ MCX પર રૂ. 1,168 ઘટીને રૂ. 68,150 પર બંધ થયો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :  55368.00  +78.00 (0.14%)  – સવારે  10: 21 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 57268
Rajkot 57278
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 56630
Mumbai 55530
Delhi 55680
Kolkata 55530
(Source : goodreturns)

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાનો હાજર ભાવ આજે 0.83 ટકા ઘટીને $1,836.66 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત 1.83 ટકા ઘટીને 23.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણી શકાય છે

નોંધનીય છે કે સોનાના રેટ તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">