Gold Price Today : શું તમે સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો ? સોનાના ભાવ આસમાને પહોંચવાના અનુમાન, જાણો આજના લેટેસ્ટ રેટ

આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. સોનુ 90 હજાર થી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.

Gold Price Today : શું તમે સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો ? સોનાના ભાવ આસમાને પહોંચવાના અનુમાન, જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:03 PM

સોનાના ભાવ(Gold Price Today )માં હાલ ઉતાર – ચઢાવની સ્થિતિ છે. MCX માં આજે સોનાનો ભાવ 47800.00 રૂપિયા છે. ઘણા સમયથી સોનુ 50 હજારની નીચે અથવા આસપાસ દેખાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સોનુ સ્થિર રહેવાનું અનુમાન લગાવાય છે પણ ક્વાડ્રિગા ઇગ્નીયો ફંડ(Quadriga Igneo Fund) મેનેજ કરનાર ડિએગો પૈરીલાએ આગાહી કરી છે કે આગામી 3-5 વર્ષમાં સોનાના ભાવ બમણા થશે. સોનુ 90 હજાર થી 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચે તેવા અંદાજ લગાવાઈ રહ્યા છે.

આ દરમિયાન સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત ઔંસ દીઠ 3000 થી 5000 ડોલર સુધી પહોંચી શકે છે. ફંડ મેનેજરનું કહેવું છે કે ઘણા દેશોમાં રાહત પેકેજ ની જાહેરાતના કારણે રોકાણકારોને કેન્દ્રીય બેંકો દ્વારા પડતી મુશ્કેલીઓ વિશે વધારે જાણકારી નથી. તેથી સોનાના ભાવ સતત વધતા રહેશે.

10 ગ્રામ સોનું રૂ 90000 થી 1 લાખ સુધી પહોંચી શકે છે અમેરિકામાં ફેડરલ રિઝર્વે નીતિને કડક બનાવવાના સંકેત આપ્યા બાદ જૂન 2021 માં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ડિએગો માને છે કે કેન્દ્રીય બેંકોનું પરિસ્થિતિ પર એટલું જ નિયંત્રણ નથી જેટલું લોકો વિચારી રહ્યા છે. ડિએગોએ અગાઉ 2016 માં પાંચ વર્ષમાં સોનાને નવી ઉપલી સપાટીએ પહોંચવાની આગાહી કરી હતી. ડિએગોએ ગોલ્ડમેન સૈક્સ અને બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ સાથે કામ કર્યું છે. ફંડ મેનેજર પાસે કિંમતી ધાતુઓના વ્યવસાયમાં 25 વર્ષથી વધુનો અનુભવ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિસ્ડ કોલથી રેટ જાણી શકાશે તમે ઘરે બેઠા બેઠા આ ગોલ્ડ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ જાણી શકો છો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        47800.00     -92.00 (-0.19%)  – સવારે  11.30 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49420 RAJKOT 999                   49443 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49380 MUMBAI                  47950 DELHI                      51320 KOLKATA                49990 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48880 HYDRABAD          48880 PUNE                      49490 JAYPUR                 49490 PATNA                    49490 NAGPUR                47950 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 44188 AMERICA          43257 AUSTRALIA      43122 CHINA               43248 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો : બેંક FD કે RDમાં નહીં, આ રોકાણમાં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ, જાણો કોણે 10 ગણું વળતર આપ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">