Gold Price Today : શું તમે સોનુ ખરીદવા વિચારી રહ્યા છો? આ રીતે જાણો તમારા શહેરના 10 ગ્રામ સોનાના ભાવ
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી.
Gold Price Today : વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર સતત દબાણની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. બુધવારે સોના-ચાંદીના વાયદા બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ વધીને રૂ. 50,716 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં કારોબાર ખુલ્લેઆમ રૂ. 50,568થી શરૂ થયો હતો, જેમાં થોડા સમય પછી થોડો વધારો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીમાં 54,605 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો પરંતુ માંગમાં મંદીના કારણે ટૂંક સમયમાં જ ભાવમાં ઘટાડો થવા લાગ્યો હતો.
વૈશ્વિક બજારની સ્થિતિ
વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,714.53 ડોલર પ્રતિ ઔંસ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.24 ટકા ઓછી છે. તેવી જ રીતે ચાંદીની હાજર કિંમત 18.58 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.55 ટકા નબળાઈ પર ટ્રેડ થઈ રહી છે. માર્ચની શરૂઆતમાં વૈશ્વિક બજારમાં સોનું 2 હજાર અને ચાંદી 27 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું.
નિષ્ણાંતોનું અનુમાન
નિષ્ણાતો કહે છે કે ભલે અત્યારે સોના પર દબાણ છે પરંતુ ફુગાવો અને મંદીનું જોખમ ઓછું થતાં જ સોનું ફરી એકવાર વેગ પકડશે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું 54 હજારનું સ્તર પકડી શકે છે. જો કે, તેમણે બજારની અસ્થિરતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જો ઘટાડો થશે તો સોનાની કિંમત 48 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50700.00 +116.00 (0.23%) – 14:53 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52482 |
Rajkot | 52501 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 51660 |
Mumbai | 50680 |
Delhi | 50680 |
Kolkata | 50680 |
(Source : goodreturns) | |
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.