Gold Price Today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 54394 રૂપિયા, ખરીદી પહેલા જાણો તમારા શહેરના ભાવ
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ અલગ-અલગ રીતે આગળ વધી રહ્યા છે. સોનાનો હાજર ભાવ આજે 0.18 ટકા ઘટીને $1,738.14 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે ઉંચી છે. આજે ચાંદી 0.78 ટકા વધીને 21.25 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
ભારતીય વાયદા બજારમાં સોનામાં તેજી યથાવત રહી છે. આજે ગુરુવાર 24 નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 0.40 ટકાની તેજી ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે વાયદા બજારમાં આજે ચાંદીનો દર પણ 1.05 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈ કાલે સોના-ચાંદીના ભાવ વાયદા બજારમાં વધારા સાથે બંધ થયા હતા. આજે વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ વધારા સાથે 52,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. સોનાનો ભાવ આજે 52,700 રૂપિયા સુધી ઉછળ્યો હતો. ખુલ્યાના થોડા સમય પછી કિંમત 52,688 રૂપિયા થઈ ગઈહતો જોકે બાદમાં કિંમતમાં થોડો ઘટાડો થયો અને તે 52,661 રૂપિયા થઈ ગયો હતો. ગઈકાલે એમસીએક્સ પર સોનાનો ભાવ 0.35 ટકાના વધારા સાથે રૂ.52,470 પર બંધ થયો હતો.
એક નજર સોનાના લેટેસ્ટ ભાવ ઉપર | |
MCX GOLD : 52650.00 +199.00 (0.38%) – સવારે 11: 24 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 54394 |
Rajkot | 54414 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 53780 |
Mumbai | 52970 |
Delhi | 53120 |
Kolkata | 52970 |
(Source : goodreturns) |
ચાંદીમાં પણ વધારો થયો છે
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે ચાંદી રૂ.649 વધીને રૂ.62,279 પર કારોબાર કરી રહી છે. ચાંદીનો ભાવ 62,099 રૂપિયા પર ખુલ્યો હતો. એકવાર કિંમત 62,460 રૂપિયા થઈ ગઈ. પરંતુ બાદમાં તે થોડો ઘટીને રૂ. 62,279 થયો હતો. ચાંદીના ભાવ ગઈ કાલે વાયદા બજારમાં 1.37 ટકાના વધારા સાથે રૂ. 61,640 પર બંધ થયા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું તો ચાંદી વધી
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ અલગ-અલગ રીતે આગળ વધી રહ્યા છે. સોનાનો હાજર ભાવ આજે 0.18 ટકા ઘટીને $1,738.14 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત આજે ઉંચી છે. આજે ચાંદી 0.78 ટકા વધીને 21.25 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી?
તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.