GOLD : સોનું અસલી છે કે નકલી ? ઘરે બેઠા જાણો ખાતરી કરવાની 5 સરળ રીત

ભારતમાં સોના(Gold)નો વપરાશ ખૂબ વધારે છે. ભારતમાં રોકાણ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડની ઘણી માંગ છે. લોકો સોનાને વૈભવ માને છે. ખાસ કરીને મહિલાઓનો સોનાના ઝવેરાત પ્રત્યે ઘણો ઝુકાવ હોય છે.

GOLD : સોનું અસલી છે કે નકલી ? ઘરે બેઠા જાણો ખાતરી કરવાની 5 સરળ રીત
અમે તમને 5 સરળ પધ્ધતિઓ વિશે માહિતી આપી રહ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 22, 2021 | 10:34 AM

ભારતમાં સોના (Gold)નો વપરાશ ખૂબ વધારે છે. ભારતમાં રોકાણ ઉપરાંત ફિઝિકલ ગોલ્ડની ઘણી માંગ છે. લોકો સોનાને વૈભવ માને છે. ખાસ કરીને મહિલાઓનો સોનાના ઝવેરાત પ્રત્યે ઘણો ઝુકાવ હોય છે. દેશમાં લગ્ન પ્રસંગે સોનાનો ઉપયોગ વ્યવહાર અને વિધિમાં પણ થાય છે. શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે તમારી પાસે જે સોનું તે અસલી છે કે નકલી ? અહીં અમે તમને 5 સરળ પધ્ધતિઓ વિશે માહિતી આપી રહ્યા છે જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો.

સરકો તમારા ઘરમાં સરકો(vinegar) હશે. સરકો સોનાની ગુણવત્તા વર્ણવવામાં ખૂબ ઉપયોગી છે. તમારે ફક્ત સોના ઉપર સરકાના થોડા ટીપાં રેડવાના છે. જો સોનું વાસ્તવિક છે તો તેની કોઈ અસર નહીં થાય. સોનાનો રંગ બદલાશે નહીં પરંતુ જો તેનો રંગ બદલાય છે તો સમજો કે તમારું સોનું નકલી છે.

નાઈટ્રિક એસિડ બનાવટી સોનાની ઓળખ નાઈટ્રિક એસિડ પણ કરે છે. જો તમે અસલી સોના પર નાઈટ્રિક એસિડ લગાડો તો તે તમને અસર કરશે નહીં. પરંતુ જો સોનું નકલી છે તો તમે ચોક્કસપણે એસિડની અસર જોશો. આ પ્રયોગ કાળજીપૂર્વક કરો કારણ કે એસિડ હાનિકારક સાબિત થઇ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પાણીમાં ડૂબી જાય છે ખુબ ઓછા લોકો જાણે છે કે અસલી સોનું પાણીમાં ડૂબી જાય છે. જ્યારે નકલી સોનું પાણીમાં તરતું રહે છે. વાસણ અથવા ડોલમાં પાણી લો અને તેમાં સોનું મુકો જો સોનું ડૂબી ગયું હોય તો તે અસલી છે પરંતુ જો તે તરે તો સમજી લો કે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

મેગ્નેટ ચુંબકથી સોનું અસલી છે કે બનાવટી શોધી શકાય છે. વાસ્તવિક સોનું કોઈ પણ સંજોગોમાં ચુંબકને આકર્ષિત કરશે નહીં. જો આકર્ષિત થાય તો મામલો ગડબડ છે. સોનામાં કાટ લાગતો નથી નથી. સોના પર કાટ નજરે પડે તો તે સોનું નકલી હોવાનો પુરાવો છે.

હોલમાર્ક હવે તમે સોનું ખરીદતા ચેક કરવાની જરૂર રહેશે નહિ માટે હોલમાર્કની ખાતરી કરી લેવી. હોલમાર્ક એ સોનું અસલી હોવાનો ખાતરીપૂર્વકનો પુરાવો છે. આ પ્રમાણપત્ર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આપે છે. સોનાની જાહેરાતોમાં તમે હોલમાર્ક વિશે પણ સાંભળ્યું હશે. સરકારે 1 જૂન 2021 થી સોનાના દાગીના અને કલાકૃતિઓ માટે હોલ-માર્કિંગ જરૂરી બનાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">