છેલ્લા 11 મહિનામાં સોનાની આયાત ઘટી, વેપાર ખાધ ઘટાડવામાં મળી મદદ

ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) સોનાની આયાત(Gold Import) 3.3 ટકા ઘટીને 26.11 અબજ ડોલર થયું છે. વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટામાંથી આ માહિતી સામે આવી છે.

છેલ્લા 11 મહિનામાં સોનાની આયાત ઘટી, વેપાર ખાધ ઘટાડવામાં મળી મદદ
પ્રતિકાત્મ તસ્વીર

ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 11 મહિનામાં (એપ્રિલ-ફેબ્રુઆરી) સોનાની આયાત(Gold Import) 3.3 ટકા ઘટીને 26.11 અબજ ડોલર થયું છે. વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટામાંથી આ માહિતી સામે આવી છે. સોનાની આયાત દેશના ચાલુ ખાતાની ખાધ (CAD) ને અસર કરે છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં પીળી ધાતુની આયાત 27 અબજ ડોલર હતી. સોનાની આયાતમાં ઘટાડાથી દેશની વેપાર ખાધ ઓછી કરવામાં મદદ મળી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં વેપાર ખાધ એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 151.37 અબજ ડોલરની સરખામણીમાં 84.62 અબજ ડોલરની થઈ છે.

ભારત વાર્ષિક 800 થી 900 ટન સોનું આયાત કરે છે. ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાત કરનાર છે. ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે મુખ્યત્વે સોનાની આયાત કરવામાં આવે છે. વોલ્યુમ દ્વારા ભારત વાર્ષિક 800 થી 900 ટન સોનાની આયાત કરે છે.

બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ
ઝવેરાત નિકાસને પ્રોત્સાહિત કરવા માટે સરકારે બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 7.5 ટકા કરી દીધી છે. જો કે તે સામે 2.5% એગ્રિકલચર ઇન્ફ્રાસ્ટ્રક્સચર એન્ડ ડેવલોપમેન્ટ સેસ લાદવામાં આવ્યો છે.

11 મહિનામાં સોનાની આયાતમાં 33.86 ટકાનો ઘટાડો થયો
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 33.86 ટકા ઘટીને 22.40 અબજ ડોલર થઈ છે. જોકે ફેબ્રુઆરીમાં સોનાની આયાત 5.3 અબજ ડોલર પર પહોંચી ગઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 2.36 અબજ ડોલર હતી.

એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ચાંદીની આયાત પણ 70.3 ટકા ઘટીને 78.07 કરોડ ડોલર થઈ છે.

કિંમતો 22 ટકા ઘટી છે
કોરોનાકાળ દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો થયો હતો. ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હતા. ઓગસ્ટમાં તે 10 ગ્રામ દીઠ 57008 રૂપિયા સુધી પહોંચ્યું હતું જે સોનાની વિક્રમી સપાટી હતી. હાલ સોનાના ભાવ આ રેન્જથી લગભગ 22 ટકાનો નીચે આવી ગયા છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati