Gold price today : સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજે કેટલા ઘટ્યા ભાવ

Gold price today : સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજે કેટલા ઘટ્યા ભાવ
symbolic image

સોનાએ ઓગસ્ટ 2020 માં ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમયે સોનું 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની સપાટીએ પહોંચી ગયું હતું. આ બાદ સોનાએ આસપાસની સપાટી પણ બતાવી નથી.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 05, 2021 | 11:10 AM

આજે પણ સોનાના ભાવ(Gold price today)માં નરમાશ જોવા મળી છે. નબળા વૈશ્વિક બજાર વચ્ચે ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું એમસીએક્સ પર 10 ગ્રામ દીઠ 47,349 રૂપિયા પર ઉપલા સ્તરે કારોબાર કરતું નજરે પડયું હતું. હાલ સોનું તેના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી લગભગ 9000 રૂપિયા સસ્તુ છે.

ઉલ્લેખનીય છે કે સોનાએ ઓગસ્ટ 2020 માં ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમયે સોનું 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની સપાટીએ પહોંચી ગયું હતું. આ બાદ સોનાએ આસપાસની સપાટી પણ બતાવી નથી.

વૈશ્વિક બજારમાં નરમાશ આ સિવાય જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર સોનું 0.1 ટકા ઘટીને 1785.41 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું . આ ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં દેખાઈ રહી છે.

શું કહે છે નિષ્ણાંતો ? નિષ્ણાતો માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ તેના અગાઉના રેકોર્ડને તોડી 10 ગ્રામ દીઠ 60 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં રોકાણકારો જો 6 મહિનાની અવધિ અને સ્ટોપલોસ સાથે ખરીદી કરે તો નફો મેળવી શકે છે. જો આપણે સોનાના રોકાણની વાત કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા વળતર આપ્યું છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો, તો સોનું હજી પણ રોકાણ માટે ખૂબ સલામત અને સારો વિકલ્પ છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD     47330.00    +45.00 (0.10%)   – સવારે 11.00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     48980 RAJKOT 999               49000 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48820 MUMBAI                  47320 DELHI                      50470 KOLKATA                49620 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48340 HYDRABAD          48340 PUNE                      47320 JAYPUR                 50470 PATNA                    47320 NAGPUR                47320 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                43841 AMERICA          42853 AUSTRALIA      42851 CHINA               42772 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati