Gold Price Today : શું હાલમાં છે સોનુ ખરીદવાનો ઉત્તમ સમય? જાણો શું છે આજના લેટેસ્ટ રેટ

સતત પાંચ ટ્રેડિંગ સેશનમાં ઉછળ્યા બાદ આજે સપ્તાહના પહેલા દિવસે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો. રૂપિયો આજે 11 પૈસા ઘટીને 74.26 પર બંધ થયો છે.

Gold Price Today : શું હાલમાં છે સોનુ ખરીદવાનો ઉત્તમ સમય? જાણો શું છે આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 5:57 PM

Gold Price Today : સપ્તાહના પહેલા દિવસે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સોનું 317 રૂપિયા અને ચાંદી 1128 રૂપિયા સસ્તી થઈ છે. આજના ઘટાડા બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો બંધ ભાવ 45,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. શુક્રવારે બંધ ભાવ 45,708 રૂપિયા હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું હાલમાં -20.45 ડોલર એટલેકે -1.16% ના ઘટાડા સાથે ઔંસ દીઠ 1,742.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. ચાંદી -0.424 ડોલર ઘટીને ઔંસ દીઠ 23.902 ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. એક ઔંસમાં 28.34 ગ્રામ હોય છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે જુલાઈ મહિના માટે યુએસ જોબ માર્કેટ ડેટા મજબૂત બહાર આવ્યો છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે.

ડોલર સામે રૂપિયો આજે નબળો પડ્યો સતત પાંચ ટ્રેડિંગ સેશનમાં ઉછળ્યા બાદ આજે સપ્તાહના પહેલા દિવસે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો હતો. રૂપિયો આજે 11 પૈસા ઘટીને 74.26 પર બંધ થયો છે. ડોલર ઇન્ડેક્સ -0.06% ઘટીને 92.748 ના સ્તરે રહ્યો હતો. 10 વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ હાલમાં 1.278 ટકા છે જે -0.75%નીચે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        46264.00    -376.00 (-0.81%)  – સાંજે ૫.૪૩ વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48010 RAJKOT 999                   48030 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 47780 MUMBAI                  46280 DELHI                      49600 KOLKATA                47750 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47300 HYDRABAD          47300 PUNE                      47700 JAYPUR                 47800 PATNA                    47700 NAGPUR                46280 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42511 AMERICA          42096 AUSTRALIA      42099 CHINA               41659 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  Sovereign Gold Bond: આજથી 5 દિવસ ખરીદી શકશો સસ્તા ભાવે શુદ્ધ સોનુ, જાણો વિગતવાર

આ પણ વાંચો : Income Tax Refund :કરદાતાઓ માટે સારા સમાચાર, આવકવેરા વિભાગે 45,896 કરોડ રૂપિયા રિફંડ જારી કર્યું, આ રીતે જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">