Gold Price Today : અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના એક નિવેદને સોનાને 50હજાર નીચે સરકાવ્યું, જાણો તમારા શહેરમાં આજનો ભાવ શું છે?

Gold Price Today : અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના એક નિવેદને સોનાને 50હજાર નીચે સરકાવ્યું, જાણો તમારા શહેરમાં આજનો ભાવ શું છે?
Gold Price Today

યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલે એક દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી મોંઘવારી અંકુશમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. આ નિવેદન બાદ શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરતો જોવા મળી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

May 18, 2022 | 12:22 PM

Gold Price Today : યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના લીડર જેરોમ પોવેલના મોંઘવારીને અંકુશમાં લેવાના નિવેદન બાદ શેરબજારોમાં રોનક પાછી ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે વેચવાલીથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ  અસર સ્થાનિક બુલિયન માર્કેટ પર જોવા મળી હતી અને લગ્નની સિઝનમાં પણ સોનાનો ભાવ 50 હજારની નીચે આવી ગયો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર બુધવારે સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ ઘટીને  49,863. પ્રતિ 10 ગ્રામ લપસ્યા હતા. સવારે એક્સચેન્જ પર સોનાનો દર 50,120 પર ખુલ્યો અને વેપાર શરૂ થયો હતો  પરંતુ વેચાણ બાદ વધારો અને ઓછી માંગને કારણે ટૂંક સમયમાં દરમાં 0.57 ટકાનો ઘટાડો થયો અને વાયદાના ભાવ રૂ. 50 હજારથી નીચે આવી ગયા હતા.

ચાંદીની ચમક પણ ઝાંખી પડી

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે સવારે ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટિકોમોડિટી એક્સચેન્જમાં ચાંદીનો વાયદો રૂ. 518 ઘટીને રૂ. 60,338 પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. અગાઉ, એક્સચેન્જમાં ચાંદીની કિંમત 60,752 પર ખુલી હતી અને વેપાર શરૂ થયો હતો. ઘટતી માંગ અને વેચાણમાં વધારો થવાને કારણે થોડા સમય પછી વાયદાના ભાવમાં 0.85 ટકાનો ઘટાડો થયો અને 60 હજારની આસપાસ વેપાર શરૂ થયો હતો.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો

વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે સવારના ટ્રેડિંગમાં, યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત 1,809.58 ડોલર પ્રતિ ઔંસ હતી, જે અગાઉની કિંમત કરતાં 0.28 ટકા ઓછી હતી. એ જ તર્જ પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો અને હાજર ભાવ 0.46 ટકા ઘટીને $21.53 પ્રતિ ઔંસ પર આવી ગયા હતા. ગયા મહિના સુધી ચાંદી 72 હજારની આસપાસ વેચાતી હતી.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલે એક દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી મોંઘવારી અંકુશમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો કરવામાં આવશે. આ નિવેદન બાદ શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ પાછો ફરતો જોવા મળી રહ્યો છે. આ કારણે સોનાને સુરક્ષિત આશ્રય ગણતા રોકાણકારો ફરી શેરબજાર તરફ વળવા લાગ્યા છે જેના કારણે સોનાની માંગ પણ ઘટી રહી છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 50035.00     -138.00 (-0.28%)    –  12:02 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51780
Rajkot 51800
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 51580
Mumbai 50290
Delhi 50290
Kolkata 50290
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46195
USA 45177
Australia 45121
China 45202
(Source : goldpriceindia)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati