Gold outlook : સતત ચોથા અઠવાડિયે ઘટ્યા સોનાના ભાવ, સોનું ખરીદવા માટે જાણો નિષ્ણાતની સલાહ

સોનાના  ભાવ (Gold price) સતત ચોથા અઠવાડિયે ઘટ્યા છે. ત્યારે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે સોનાને 48,800ના સ્તરે ખરીદવાની સલાહ રહેશે તેમજ રિકવરી ઉપર આ 51, 200 સુધી સરળતાથી પહોંચી શકશે. ડોમેસ્ટિક માર્કેટ (Domestic market) માં સોનું 48,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે. 

Gold outlook : સતત ચોથા અઠવાડિયે ઘટ્યા સોનાના ભાવ, સોનું ખરીદવા માટે જાણો નિષ્ણાતની સલાહ
Gold
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:57 AM

અમેરિકન ફેડરલ રિર્ઝવના (american federal reserve)એક્શન અને ડોલર (Dollar)ના રિએક્શનને કારણે પાછલા 4 અઠવાડિયાથી સતત સોનાના ભાવ (Gold price) ની કિંમતો પર તેની અસર જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સ (Dollar Index) 105ની આસપાસ પહોંચી ગયો છે. અને તે બે દાયકાની ઉંચાઇનો નવો રેકોર્ડ છે. ડોમેસ્ટિક માર્કેટમાં સોનું  50, 000ની નીચે 49, 909 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ બંધ થયું હતું. તો ઇન્ટરનએશનલ માર્કેટમાં સોનું 1810 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ થયું હતું. તેણે 1820 ડોલરનો મજબૂત સપોર્ટ તોડી દીધો હતો. હવે પશ્ન એ છે કે સોનાના ભાવ વધુ ઘટે તો તે ખરીદવા માટે આ યોગ્ય તક છે.? વિવિધ બજાર નિષ્ણાતોએ  તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા.

સામાન્ય રીતે ભારતમાં સોનાની ખરીદી રોકાણની સાથે સાથે પ્રસંગોપાત શણગાર માટે પણ થતો હોય છે ત્યારે આવા સમયે  સોનાની ખરીદીમાં વધારો થઈ શકે છે. રોકાણની દ્રષ્ટિએ પણ  બજાર નિષ્ણાતો માને છે કે સોનુ ખરીદવા માટે હવે  કેટલીક ચોકક્સ કિમતો સાથે યોગ્ય સમય આવી શકે છે.

મિંટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે રેલિગેર બ્રોકિંગના કોમોડિટી વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવે કહ્યું કે સોનુ આ સમયે 3 મહિનાના નીચા સ્તરે છે. રોકાણકારો પોતાના નાણા અમેરિકન ડોલરઅને બોન્ડમાં રોકી રહ્યા છે. તેના કારણે સોના માટે લોકોનો રસ ઘટી રહ્યો છે. રેકોર્ડ બ્રેક મોંઘવારીને કારણે અમેરિકન ફેડરલ રિર્ઝવ પણ અત્યારે વ્યાજ દર વધારે કરશે. તેનાથી ડોલરને વધુ મજબૂતી મળશે આ પરિસ્થિતિમાં રોકાણકારો આર્થિસ સુસ્તીના ડરને કારણે પણ ડોલર ખરીદી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સચદેવે એમ પણ કહ્યું કે હાલમાં જ એપ્રિલ મહિનામાં મોંઘવારીનો ડેટા સામે આવ્યો છે અમેરિકામાં એપ્રિલ મહિનામાં મોંઘવારીનો દર 8.3 ટકા રહ્યો છે. જે બજારના અનુમાન દર કરતાં વધુ છે. જોકે તે માર્ચ મહિનાની સરખામણીએ થોડો ઓછો છે. એટલે એ વાતની પૂર્ણ શકયતા છે કે જૂનમાં જ્યારે ફેડરલ રિર્ઝવની બેઠક થશે તો ઇન્ટ્રેસ્ટ રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવશે.

જ્યારે એક્સિસ સિકયોરિટીના કોમોડિટી એક્સપર્ટ પ્રીતમ પટનાયકે જણાવ્યું હતું કે ફંડામેન્ટલના આધારે પણ અત્યારે ડોલરને મજબૂતી મળે તેમ છે સુંગધા સચદેવે જણાવ્યું હતું કે ઇન્ટરનએશનલ માર્કેટમાં સોનાના ભાવ 1780 ડોલર તરફ જશે જ્યારે ડોમેસ્ટિક માર્કેટમાં સોનુ 48, 800 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યાં સુધી સોનું આ સ્તરે છે ત્યાં સુધી ટ્રેંડ પોઝિટીવ રહેશે.

જો કોઈ સોનામાં રોકાણ કરવા માંગે છે તો તેણે હમણા થોડી રાહ જોવી જોઈએ. શોર્ટ ટર્મમાં તેની કિમતો દબાવ પરછે સોનાને 48,800ના સ્તરે ખરીદવાની સલાહ હશે તેમજ રિકવરી ઉપર આ 51, 200 સુધી સરળતાથી પહોંચી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">