વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો : ડાઓ જોંસ ૩ ટકા ઉછળ્યો

વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો : ડાઓ જોંસ ૩ ટકા ઉછળ્યો

કોરોના વેક્સિનની ખબરના પગલે અમેરિકાના બજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા હતા અને દિવસભરના ઉતાર ચઢાવ બાદ ડાઓ જોન્સ ૩ ટકા સુધી વૃદ્ધિ નોંધાવી જયારે નાસ્ડેક 1.5 ઘટાડો દર્જ કરી બંધ થયા છે. ૧૫૦૦ અંક સુધી ઉછાળો નોંધાવ્યા બાદ ડાઓ જોંસ 834.57 અંક એટલે કે 2.95 ટકાના મજબૂતીની સાથે 291576.97 ના સ્તર પર બંધ થયા છે. […]

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Nov 10, 2020 | 10:33 AM

કોરોના વેક્સિનની ખબરના પગલે અમેરિકાના બજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા હતા અને દિવસભરના ઉતાર ચઢાવ બાદ ડાઓ જોન્સ ૩ ટકા સુધી વૃદ્ધિ નોંધાવી જયારે નાસ્ડેક 1.5 ઘટાડો દર્જ કરી બંધ થયા છે. ૧૫૦૦ અંક સુધી ઉછાળો નોંધાવ્યા બાદ ડાઓ જોંસ 834.57 અંક એટલે કે 2.95 ટકાના મજબૂતીની સાથે 291576.97 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે કારોબાર બંધ કર્યો ત્યારે નાસ્ડેક 181.44 અંક ગગડીને 1.53 ટકાના નબળાઈ નોંધાવી 11713.78 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 41.06 અંક મુજબ 1.17 ટકા વધીને 3,550.50 ના સ્તર પર બંધ થયા છે.

US coronavirus cases pass 6,00,000 America ma positive case no aankdo 6.44 lakh new york ma sauthi vadhu kharab sthiti

યુરોપિયન બજારમાં પણ તેજી જોવા મળી હતી. બ્રિટનનું એફટીએસઇ ઈન્ડેક્સ 4.67% વધીને 6186.29 પર બંધ થયું છે. ફ્રાન્સનો સીએસી ઇન્ડેક્સ 7.57% વધીને 5,336.32 પર બંધ થયો હતો. જર્મનીનો ડીએક્સ ઈન્ડેક્સ પણ 4.94% વધીને 13,096 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 268.37 અંક સાથે 1.08 ટકા વધીને 25,108.21 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 136 અંક મુજબ 1.09 ટકા વધારા સાથે 12,634 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 2.91 ટકા જ્યારે હેંગ સેંગમાં 0.94 ટકા ઉછળો છે. કોરિયાઈ બજાર કોસ્પી 0.03 ટકાની મામૂલી નબળાઈની સાથે 2,446.36 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.23 ટકા નીચે કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ વૃદ્ધિ સાથે 3377.23 ના સ્તર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati