મધર ડેરીની જેમ અમૂલ દૂધના ભાવ પણ વધશે? જાણો શું કહ્યુ કંપનીએ

GCMMF Plan: GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે.

મધર ડેરીની જેમ અમૂલ દૂધના ભાવ પણ વધશે? જાણો શું કહ્યુ કંપનીએ
GCMMF no plans to increase amul milk prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 7:09 PM

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનો વેપાર કરતી સહકારી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની નજીકના ભવિષ્યમાં દેશમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર (MD) આરએસ સોઢીએ જણાવ્યું હતું કે GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ લિટર દૂધ દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.

તેમણે જણાવ્યું હતું કે આ સપ્તાહની શરૂઆતમાં મધર ડેરીએ કિંમતમાં વધારાને ટાંકીને દિલ્હી-એનસીઆર માર્કેટમાં ફુલ-ક્રીમ મિલ્કના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા પછી GCMMF પાસે દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના છે, ત્યારે સોઢીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં છેલ્લી છૂટક કિંમતમાં વધારો થયો, ત્યારથી ખર્ચમાં વધુ વધારો થયો નથી.

ઓક્ટોબરમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો

ઓક્ટોબરમાં GCMMFએ અમૂલ ગોલ્ડ (ફુલ-ક્રીમ) અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. આ વૃદ્ધિ ચૂંટણીલક્ષી ગુજરાતને બાદ કરતાં અન્ય તમામ બજારોમાં થઈ છે. ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 61 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 63 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ભેંસના દૂધની કિંમત 63 રૂપિયાથી વધારીને 65 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રાપ્તિ ખર્ચમાં વધારા માટે જવાબદાર

GCMMFએ આ વર્ષે અમૂલ દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો છે, જ્યારે મધર ડેરીએ ચાર વખત વધારો કર્યો છે. મધર ડેરી એ દિલ્હી-એનસીઆરમાં 30 લાખ લિટર પ્રતિ દિવસના વેચાણની માત્રા સાથે અગ્રણી દૂધ સપ્લાયર્સ પૈકી એક છે. દૂધના ભાવમાં વધારો એવા સમયે ઘરગથ્થુ બજેટ પર દબાણ લાવે છે જ્યારે ખાદ્યપદાર્થોનો ફુગાવો પહેલેથી જ ઊંચા સ્તરે છે. મધર ડેરીએ ડેરી ખેડૂતો પાસેથી રો મિલ્કની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને કારણે ભાવમાં વધારો કર્યો છે.

21 મિલિયન ટનનું ઉત્પાદન થાય છે

પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે સમગ્ર ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે પશુઓના ખોરાકની કિંમતમાં વધારો થવાને કારણે કાચા દૂધની ઉપલબ્ધતાને અસર થઈ છે અને અનિયમિત ચોમાસાને કારણે કાચા દૂધના ભાવ દબાણ હેઠળ છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક ભારતમાં દૂધનું ઉત્પાદન વાર્ષિક આશરે 210 મિલિયન ટન છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">